ગુજરાતી પદ્ય સાહિત્યમાં માનભેર લેવાતું નામ એટલે મરીઝ. થોકબંધ ગઝલો દ્વારા આજે પણ તેઓ લોકોના દિલો પર રાજ કરે છે. અબ્બાસ વાસી તરીકે ઓછું પરંતુ મરીઝના નામથી વધુ ઓળખાતા શાયર કહો કે કવી તેમની એક એક ગઝલો અને શાયરીઓ આજે પણ લોકોને સાંભળવી ગમે છે.
22મી ફેબ્રુઆરી 1917ના રોજ ડાયમંડ નગરી સુરતમાં તેમનો જન્મ થયો હતો. એટલે કે આજે તેમનો જન્મ દિવસ છે. ત્યારે કેટલીક શાયરી અને ગઝલ જે તમને જે લાઈનમાં ઘણું બધુ કહી જસે. મરીઝ સાહેબે તેમના જીવન દરમિયાન ઘણી ગઝલો, કવિતાઓ અને શાયરીઓ લખી છે જેમાંથી જ કેટલીક શાયરી અને ગઝલને અમે રજૂ કરી રહ્યા છે.
આ મોહબ્બતની રાહ લાગે છે,
ત્યાગમાં પણ ગુનાહ લાગે છે.
પ્રેમપંથે શિખામણો છે ગલત,
એજ સાચી સલાહ લાગે છે.
એમ લાગે છે સૌ જુએછે તને,
સૌમાં મારી નિગાહ લાગે છે.
આંખ તારી ઉપર ઠરી ના શકી,
દિલમાં ભરપૂર ચાહ લાગે છે.
તેથી અપનાવી મેં ફકીરીને,
તું ફકત બાદશાહ લાગે છે.
આશરો સાચો છે બીજો શાયદ,
સૌ અધૂરી પનાહ લાગે છે.
કેમ કાંઠો નઝર પડેછે ‘મરીઝ’?
કાંઈક ઊલટો પ્રવાહ લાગે છે.
– મરીઝ
Published On - 6:27 pm, Wed, 22 February 23