કેરીના ચાહકો ચેતજો, આ સમય પર કેરી ખાધી તો ફાયદા નહી નુકસાન થશે

ગરમીની સિઝનમાં ઘણા લોકો કેરીને મન માણીને ખાય છે. જો કે, કેરી ખાવાનો પણ એક યોગ્ય સમય હોય છે જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર છે. તો ચાલો જાણીએ કે, કેરીને ખાવાનો યોગ્ય સમય કયો છે.

કેરીના ચાહકો ચેતજો, આ સમય પર કેરી ખાધી તો ફાયદા નહી નુકસાન થશે
| Updated on: Apr 26, 2025 | 3:27 PM

ગરમીની સિઝનમાં ઘણા લોકો કેરીને મન માણીને ખાય છે. કેરી એક એવું ફળ છે કે જે દરેક વ્યક્તિના મનને પ્રફુલ્લિત કરે છે.  જો કે, કેરી ખાવાનો પણ એક યોગ્ય સમય હોય છે જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર છે. તો ચાલો જાણીએ કે, કેરીને ખાવાનો યોગ્ય સમય કયો છે અને એમાંય ખાસ કે કેરીને ક્યારે ન ખાવી જોઈએ.

કેરી ખાવાની યોગ્ય રીત

કેરીને ખાતા પહેલા એક કામ ચોક્કસ કરવું જોઈએ. જ્યારે પણ કેરીને બજારથી ખરીદીને લાવો અથવા તો ફ્રીજમાંથી બહાર કાઢો ત્યારે તેને તરત જ ખાવાનું શરૂ ન કરો. કેરીને હંમેશા 2 કલાક માટે તાજા પાણીમાં પલાળીને રાખો. બીજું કે, કેરી ખાઓ તે પહેલા તેને પાણીથી ફરીવાર ધોઈ લો. આ પ્રક્રિયાથી કેરીમાં રહેલા થર્મોજેનિક ગુણ ઓછા થઈ જાય છે.

આ સમય પર ના ખાઓ કેરી

મોટાભાગના લોકોને એ ખબર હોય છે કે, કોઇ પણ ફળ રાત્રિ સમયે ન ખાવું જોઈએ. ફળમાં રહેલ પોષક તત્ત્વોની અસર ત્યારે જ થાય છે જ્યારે તેને સવારે અથવા તો સાંજે ખાવામાં આવે. વાત કરીએ કેરીની તો, કેરીને સાંજે 5 વાગ્યા બાદ ન ખાવી જોઈએ. બીજું કે, સવારે બ્રેકફાસ્ટમાં પણ કેરી ખાવી ન જોઈએ, આ ઉપરાંત ખાલી પેટ કદી કેરી ન ખાવી જોઈએ. આવું કરવાથી બ્લડ સુગરનું લેવલ વધી જાય છે.

યોગ્ય સમય કેરી ખાવાનો?

કેરી ખાવાનો યોગ્ય સમય સવારે 11 થી 4 વચ્ચેનો હોય છે. આ સમયે જો કેરી ખાવામાં આવે તો શરીર પર તેની કોઇ વિપરીત અસર પડતી નથી. યોગ્ય સમયે કેરી ખાવામાં આવે તો તેનાથી એસિડિટી જેવી સમસ્યા થતી નથી.

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ.  જીવન શૈલીને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..