વરસાદની સિઝનમાં જાંબુનું આ દેશી ડ્રીંક બનાવો ઘરે, સ્વાસ્થ્ય માટે રહેશે ફાયદાકારક

જો તમે દેશી રીતે કોલ્ડ ડ્રિંક બનાવવા માંગો છો તો અમે તમને તેની એક સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ. તમે ઘરે જાંબુનું મોજીટો પીણું તૈયાર કરી શકો છો. તેને બનાવવાની સરળ રીત જાણો.

વરસાદની સિઝનમાં જાંબુનું આ દેશી ડ્રીંક બનાવો ઘરે, સ્વાસ્થ્ય માટે રહેશે ફાયદાકારક
Image Credit source: File Image
| Edited By: | Updated on: Jul 12, 2023 | 6:52 PM

Jamun: ચોમાસા (Monsoon) દરમિયાન વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની જાય છે. વરસાદના ટીપાં અને ઠંડા પવનના કારણે એક અલગ જ વાઈબ આવે છે. વરસાદની ઋતુનો આનંદ માણવા માટે લોકો ઘણી રીતો અપનાવે છે, જેમાં ડુંગળી, બટાકા અથવા અન્ય વસ્તુઓના પકોડા બનાવવું સૌથી સામાન્ય છે. પરંતુ શું તમે જાણો છો કે આ સિઝનમાં ઠંડક મેળવવા માટે તમે સ્વાદિષ્ટ પીણું મોજીટો પણ પી શકો છો.

જો તમે દેશી રીતે કોલ્ડ ડ્રિંક બનાવવા માંગો છો તો અમે તમને તેની એક સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ. તમે ઘરે જાંબુનું મોજીટો પીણું તૈયાર કરી શકો છો. તેને બનાવવાની સરળ રીત જાણો.

આ પણ વાંચો: Guillain Barre Syndrome : દૂનિયા પર ગુલિયન બેરી સિન્ડ્રોમ નામની બિમારીનો ખતરો, લોકો થઈ રહ્યા છે પેરેલાઈઝ, આ દેશે જાહેર કરી હેલ્થ ઈમરજન્સી

શા માટે ઘરે પીણું બનાવવું શ્રેષ્ઠ

બજારમાં આવા ઘણા ઉત્પાદનો ઉપલબ્ધ છે જેમાં રસાયણો પણ મિશ્રિત કરવામાં આવે છે, જેથી તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય. આ સિવાય આ રસાયણો સ્વાદમાં પણ વધારો કરે છે. તેના બદલે તમે ઘરે જાંબુનું સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ પીણું તૈયાર કરી શકો છો. આ રહી તેની રેસીપી…

જાંબુમાંથી બનાવો આ દેશી અને ટેસ્ટી પીણું

સામગ્રી: આ માટે તમારે એક કપ જાંબુ, બરફના ટુકડા, ફુદીનાના પાન અને કાળું મીઠું જોઈશે.

આ રીતે બનાવો જાંબુનું ડ્રિંક: સૌ પ્રથમ જાંબુને એક વાસણમાં પાણીમાં પલાળી દો. તેમાં થોડું મીઠું પણ નાખો. લગભગ 1 કલાક પછી તેના બીજને અલગ કરો અને તેને ગ્રાઈન્ડ કરી લો. તેમાં ફુદીનો અને કાળું મીઠું ઉમેરવાનું ભૂલશો નહીં. હવે એક ગ્લાસમાં બરફના ટુકડા લો અને તેના પર જાંબુની સ્મૂધી રેડો.

આ પછી તેમાં થોડો સોડા તૈયાર કરો. તમે આ મોજીટોને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી શકો છો. જો તમે ઘરે આવતા મહેમાનોને ડ્રિંકમાં કંઈક અનોખું ઓફર કરવા માંગતા હોવ તો તેમને આ દેશી ડ્રીંક પીવડાવો.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us