Lifestyle : અભિનેત્રી ભાગ્યશ્રી પણ સારા સ્વાસ્થ્ય માટે નિયમિત કરે છે દાડમનું સેવન

|

Jan 26, 2022 | 8:30 AM

મહિલાઓને વિવિધ પ્રકારના કેન્સર અને હૃદય રોગનું જોખમ વધારે હોવાનું પણ નોંધવામાં આવે છે. પરંતુ, દાડમનું સેવન કરવાથી આ રોગોના જોખમને ઘટાડવાની શક્યતાઓ પણ વધી શકે છે.

Lifestyle : અભિનેત્રી ભાગ્યશ્રી પણ સારા સ્વાસ્થ્ય માટે નિયમિત કરે છે દાડમનું સેવન
Actress Bhagyashree also consumes pomegranate regularly for good health

Follow us on

ઉંમર(Age ) વધવાની સાથે મહિલાઓના શરીરમાં હોર્મોન્સનું(Hormone ) સ્તર પણ બદલાય છે. તેથી, તેમને યોગ્ય આહારની (Food) જરૂર છે. નિષ્ણાતો પણ ઉંમરના દરેક તબક્કે મહિલાઓને પોતાના માટે આવો આહાર પસંદ કરવાની સલાહ આપે છે જેથી તેમના શરીરને પૂરતું પોષણ મળી રહે અને શારીરિક નબળાઈ કે પીરિયડ્સને લગતી સમસ્યાઓમાંથી રાહત મેળવવામાં સરળતા રહે.

મહિલાઓ માટે આવો જ એક પૌષ્ટિક ખોરાક છે દાડમ, જેના સેવનથી મહિલાઓને માત્ર શક્તિ જ નથી મળતી, પરંતુ તેમના સ્વાસ્થ્યને લગતી ઘણી ખરી સામાન્ય સમસ્યાઓમાંથી કુદરતી રાહત મેળવવામાં પણ મદદ મળે છે. તેથી જ બોલીવુડ અભિનેત્રી અને ફિટનેસ આઇકોન ભાગ્યશ્રી પણ નિયમિત રીતે દાડમનું સેવન કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અભિનેત્રી ભાગ્યશ્રી શા માટે દાડમ ખાવાની સલાહ આપે છે

ભાગ્યશ્રીએ તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દાડમના ફાયદા વિશે વાત કરી હતી. તેમણે એક વીડિયો મેસેજ દ્વારા જણાવ્યું કે મહિલાઓએ દાડમનું સેવન કેમ કરવું જોઈએ કે દાડમનો રસ પીવો જોઈએ. ભાગ્યશ્રીએ કહ્યું કે ફળોમાં મળતા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેથી જ વિશ્વભરમાં બેરી જેવા ફળોને પસંદ કરવામાં આવી રહ્યા છે.

તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ, મિનરલ્સ અને ડાયેટરી ફાઇબર મળી આવે છે, જે હૃદયના સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક શક્તિ અને સમગ્ર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભાગશ્રીએ કહ્યું કે જ્યારે લોકો વિવિધ પ્રકારની બેરીનું સેવન કરે છે, ત્યારે તેઓ દાડમ જેવા ફાયદાકારક ફળોના ફાયદા વિશે ઓછા વાકેફ હોય છે. દાડમ આપણા શરીરને અંદર અને બહારથી ફાયદો કરે છે. ભાગ્યશ્રી કહે છે કે દાડમ માત્ર સ્વાદમાં જ સારું નથી લાગતું, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે.

દાડમનું સેવન શરીર માટે આ 7 રીતે ફાયદાકારક છે 

1. દાડમ પોષક તત્વોથી ભરપૂર છે, વિટામિન સી જેવા મજબૂત એન્ટીઑકિસડન્ટોથી લઈને ફાઈબર, પોટેશિયમ, ફોલિક એસિડ અને ડાયેટરી ફાઈબર જે શરીરને પોષણ આપે છે.
2. સગર્ભા સ્ત્રીઓ માટે દાડમનો રસ પીવો બે ગણો ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે દાડમના સેવનથી મહિલાઓને શક્તિ મળે છે અને બાળકના વિકાસમાં પણ મદદ મળે છે.
3. ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું છે.
4. પાચન તંત્રને લગતી સમસ્યાઓ ઓછી થાય છે અને પેટનું ફૂલવું, ગેસ, એસિડિટીથી રાહત મળે છે.
5. મહિલાઓને વિવિધ પ્રકારના કેન્સર અને હૃદય રોગનું જોખમ વધારે હોવાનું પણ નોંધવામાં આવે છે. પરંતુ, દાડમનું સેવન કરવાથી આ રોગોના જોખમને ઘટાડવાની શક્યતાઓ પણ વધી શકે છે.
6. ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોવાને કારણે દાડમનું સેવન કબજિયાતને દૂર કરવામાં અને મેટાબોલિક રેટ વધારવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
7. કેટલાક અભ્યાસો અનુસાર, દાડમનું સેવન હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડી શકે છે અને બીપી સ્તરને નિયંત્રિત કરવાનું સરળ બનાવે છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો :

Health: બચીને રહેજો, ઠંડીની સીઝનમાં આ બીમારીઓનો ખતરો થઇ જાય છે બમણો

Health: અંકુરિત થયેલા બટાકા ખાવાથી બચો, આ નુકશાન થઇ શકે છે

Next Article