Kiwi Hair Pack : લાંબા અને મુલાયમ વાળ માટે કિવી હેર પેક ટ્રાય કરો

|

Aug 19, 2021 | 12:32 PM

વાળને સફેદ થતા અટકાવવા માટે, જાડા અને લાંબા વાળ માટે કિવી હેર પેકનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કિવિમાંથી હેર માસ્ક કેવી રીતે બનાવવું.

Kiwi Hair Pack : લાંબા અને મુલાયમ વાળ માટે કિવી હેર પેક ટ્રાય કરો
લાંબા અને મુલાયમ વાળ માટે કિવી હેર પેક ટ્રાય કરો

Follow us on

Kiwi Hair Pack : કીવી (Kiwi) ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તે તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં પણ વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક (Beneficial) છે. તે તમારા વાળને પોષણ આપવાનું કામ કરે છે. તે પોષક તત્વો અને મોઇશ્ચરાઇઝિંગ (Moisturizing) એજન્ટોથી સમૃદ્ધ છે.

તે વાળ (Hair)ને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. વાળને સફેદ થતા અટકાવવા માટે જાડા અને લાંબા વાળ માટે કિવિનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કિવિમાંથી હેર માસ્ક કેવી રીતે બનાવવું.

નરમ વાળ માટે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કીવી ખૂબ જ પૌષ્ટિક છે. તે કુદરતી મોઇશ્ચરાઇઝર (Moisturizing) તરીકે કામ કરે છે. તે તમારા વાળને ફરીથી નરમ બનાવે છે. તેમાં ઘણા વિટામિન્સ પણ છે જે ક્ષતિગ્રસ્ત વાળની ​​સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

તેનો ઉપયોગ કેવી રીતે કરવો

આ માટે 2 પાકેલા કીવીની છાલ કાઢી અને તેને પાણીના થોડા ટીપાં સાથે બ્લેન્ડરમાં નાખો. પેસ્ટ બનાવો. તેને તમારા વાળ પર લગાવો. તેને 25-30 મિનિટ માટે રહેવા દો અને પછી ધોઈ લો.

વાળ ખરતા અટકાવે છે

લાંબા, જાડા વાળ માટે, તમે કિવિમાંથી બનાવેલ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. કિવિમાં વિટામિન સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે જે વાળ ખરતા ઘટાડવામાં અને તમારા વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

તેનો ઉપયોગ કેવી રીતે કરવો

આ માટે સૌથી પહેલા 2 ચમચી કીવી પલ્પને એક ચમચી ઓલિવ ઓઇલ અને એક ચમચી ડુંગળીના રસ સાથે મિક્સ કરો. તેને તમારા વાળ (Hair) પર લગાવો અને તેને એક કલાક માટે છોડી દો અને પછી પાણીથી ધોઈ લો.

વાળ તૂટતા અટકાવે છે

વાળ (Hair) તૂટતા અટકાવવા માટે તમે કીવી સાથે એક શાનદાર હેર પેક બનાવી શકો છો. આ માટે તમારે કિવી અને નાળિયેર તેલની જરૂર પડશે. તે તમારા ક્ષતિગ્રસ્ત વાળ માટે ફાયદાકારક છે.

તેનો ઉપયોગ કેવી રીતે કરવો

આ માટે તમારે 1 ચમચી કિવિ પલ્પ અને 1 ચમચી નારિયેળનું તેલ એકસાથે મિક્સ કરવાની જરૂર છે. આ મિશ્રણથી તમારા માથાની માલિશ કરો અને તમારા માથાને શાવર કેપથી ઢાંકી દો. તેને એક કે બે કલાક માટે રહેવા દો પછી શેમ્પૂ અને કન્ડિશનર (Conditioner)થી ધોઈ લો. જાડા, ચમકદાર વાળ માટે અઠવાડિયામાં એક વાર આનું ઉપયોગ કરો.

 

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Dental Care : શું તમને દાંતની આ સમસ્યાની પીડા છો, તો આ ઉપાય અજમાવો

Published On - 12:30 pm, Thu, 19 August 21

Next Article