
જયા કિશોરી એક પ્રસિદ્ધ કથાવાચક, ભજન ગાયિકા અને મોટિવેશનલ સ્પીકર છે. કોલકાતામાં જન્મેલી, જયા કિશોરીએ નાની ઉંમરથી જ ભજન અને શ્રીમદ્ ભાગવત કથાનું વાંચવાનું શરૂ કર્યું હતું. જયા કિશોરીનો અવાજ અને બોલવાની શૈલીમાં સરળતા, મધુરતા અને ભક્તિભાવને પ્રતિબિંબિત કરે છે, જે દરેક ઉંમરના લોકોને પ્રભાવિત કરે છે.
જયા કિશોરી વિડિઓમાં કહે છે, “મારી ડિટેચમેન્ટ ગેમ બહુ સ્ટ્રોંગ છે. ડિટેચમેન્ટનો મતલબ છે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ અથવા પરિણામથી ભાવનાત્મક રીતે દૂર રહેવું જેથી તમારું સંતુલન ન બગડે.”
જયા કિશોરીએ આગળ કહ્યું, “ઉદાહરણ તરીકે, જ્યારે હું તમને પ્રેમ કરું છું, ત્યારે હું તમારા માટે જીવ પણ આપી શકુ છુ. પરંતુ જો કંઈ આમ-તેમ કે ખોટુ થયુ, તો હું તમને ઓળખવાનો પણ ઇનકાર કરી શકુ છુ.”
ડિટેચમેન્ટ એ એક મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક સ્ટ્રેટેજી છે જેનો ઉપયોગ લોકો ખાસ કરીને સંબંધો, ડેટિંગ અને પાવર ડાયનેમિક્સ માટે કરે છે. ડિટેચમેન્ટ ગેમનો અર્થ ભાવનાત્મક રીતે પોતાને થોડા દૂર દેખાડવાનો અથવા દૂર કરી લેવાનો છે.
ડિટેચમેન્ટનો ખરો અર્થ કોઈને અવગણવુ કે માઈન્ટ ગેમ રમવાનો નથી. પરંતુ પોતાની જાતને સેન્ટર ઓફ એનર્જી બનાવવાનું છે. જ્યારે તમે દરેક સમયે ઉપલબ્ધ નથી રહેતા અને ફક્ત તમારા જીવન, કાર્ય અને વ્યક્તિગત વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરો છો, ત્યારે તમે સ્વાભાવિક રીતે જ એક હાઈ વેલ્યુ (ઉચ્ચ મૂલ્યવાન) વ્યક્તિ બની જાઓ છો.
આ કોઈ દેખાડો નહીં પરંતુ વાસ્તવિક્તા હોવી જોઈએ કે તમારી પોતાની એક અલગ દુનિયા છે અને તેમા તમે બિઝી છો અને ખુશ છો. જ્યારે સામેવાળી વ્યક્તિને આ ખ્યાલ આવે છે કે તમારી ખુશી તેમના રિપ્લાય કે વ્યવહાર પર ટકેલી નથી તો તેમના મનમાં તમારા પ્રત્યેની રિસ્પેક્ટ અને તમને ઉંડાણરપૂર્વક જાણવાની તેમની ઈચ્છા આપોઆપ વધી જાય છે.
કોઈ વ્યક્તિ સાથે એટેચમેન્ટથી બચવ, ખુદને ઈમોશનલી સેફ રાખવા, કંટ્રોલ અને એટ્રેક્શન જાળવી રાખવી રાખવા અને સંબંધોમાં સમતુલા જાળવવા લોકો આ ડિટેચમેન્ટ ગેમને ફોલો કરે છે.
લોકો જોડાણ ટાળવા, ભાવનાત્મક રીતે સુરક્ષિત રાખવા, નિયંત્રણ અને આકર્ષણ જાળવવા અને સંબંધમાં સંતુલન લાવવા માટે આનું પાલન કરે છે.
પરંતુ એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે વધુ પડતી ડિટેચમેન્ટ સામેવાળી વ્યક્તિને કન્ફ્યુઝ કે હર્ટ કરી શકે છે અને આમ પણ હેલ્ધી રિલેશનશિપમાં ડિટેચમેન્ટ નહીં ક્લેરિટી અને રિસ્પેક્ટ જરૂરી છે.
Published On - 6:37 pm, Tue, 23 December 25