
અમેરિકન ફેશન ડિઝાઇનર ટોરી બર્ચની ભારત મુલાકાત દરમિયાન ઈશા અંબાણીએ મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે ભવ્ય ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ખાસ સાંજની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. ઈશા અંબાણીના આઉટફિટથી લઈને ભવ્ય ડિનર ટેબલની સજાવટ સુધીની દરેક બાબતે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
અંબાણી પરિવારની જાણીતી ઉદ્યોગપતિ ઈશા અંબાણીએ પોતાની આગવી આતિથ્યશૈલીથી ફરી એકવાર સૌનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકન ફેશન ડિઝાઇનર ટોરી બર્ચના સ્વાગત માટે તેમણે આ ખાસ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડની જાણીતી હસ્તીઓ, ભારતીય ફેશન જગતના દિગ્ગજ ડિઝાઇનર્સ અને વિદેશી મહેમાનોએ હાજરી આપી હતી. પાર્ટીની તસવીરો સામે આવ્યા બાદ આ ભવ્ય સાંજની ખાસિયતો ચર્ચાનો વિષય બની છે.
ડિઝાઇનર ટોરી બર્ચે આ પ્રસંગે જાંબલી રંગનો આકર્ષક પોશાક પહેર્યો હતો. તેમના આ આઉટફિટમાં ટાઈ-ડાઈ પેપર કોટન, મેટાલિક ભરતકામ અને હાથથી પેઇન્ટ કરેલી બારીક ડિઝાઇનનો સમાવેશ થતો હતો. બીજી તરફ, ઈશા અંબાણીના લુકની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. તો ચાલો જાણીએ આ ખાસ ડિનર પાર્ટીની કેટલીક ખાસ વાતો.
ઈશા અંબાણીએ આ પાર્ટી માટે શિયાળાની ઋતુને અનુરૂપ સુંદર અને સોબર લુક પસંદ કર્યો હતો. જોકે, તેમનો આઉટફિટ સાદગીની સાથે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યો હતો. તેમણે જાણીતા ફેશન ડિઝાઇનર ટોરી બર્ચના સ્પ્રિંગ 2027 કલેક્શનમાંથી ખાસ પોશાક પસંદ કર્યો હતો.
આ ભવ્ય સાંજ માટે ઈશા અંબાણીએ ક્રોપ્ડ એમરાલ્ડ ગ્રીન એટલે કે પન્ના જેવા લીલા રંગનું કાર્ડિગન પહેર્યું હતું. તેની પાઈ-ક્રસ્ટ નેકલાઇન અને ડસ્ટી મોવ રંગની શેનિલ પર કરવામાં આવેલી સુંદર ફ્લોરલ એમ્બ્રોઇડરીએ આ આઉટફિટને વધુ આકર્ષક બનાવ્યો હતો. તેમણે આ કાર્ડિગન સાથે ટેક્સચર્ડ ટર્કોઇઝ રંગનો સ્કર્ટ પહેર્યો હતો. બંને રંગોના સુંદર કોન્ટ્રાસ્ટને કારણે તેમનો લુક વધુ ખાસ અને સ્ટાઇલિશ દેખાઈ રહ્યો હતો.
ઈશા અંબાણી દ્વારા આયોજિત આ પાર્ટીમાં ડિનર ટેબલની સજાવટ પણ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની હતી. ડિનર ટેબલને એવી રીતે સજાવવામાં આવ્યું હતું કે જાણે કોઈ સુંદર બગીચો તૈયાર કરવામાં આવ્યો હોય.
ડિઝાઇનર ટોરી બર્ચે પોતે પણ આ ભવ્ય ડિનર ટેબલની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સાથે જ તેમણે ઈશા અંબાણીનો આભાર માનતા લખ્યું હતું કે, “મુંબઈમાં કેટલી યાદગાર સાંજ હતી! ઈશા, આટલા બધા અદ્ભુત મિત્રોને એકસાથે લાવવા બદલ આભાર. મેં આજ સુધી જોયેલું આ સૌથી સુંદર ડાઇનિંગ ટેબલ હતું.”
ફેશન અને લાઇફસ્ટાઇલ લેખિકા પ્રાચી રાનીવાલાએ પણ આ ખાસ સાંજની કેટલીક તસવીરો શેર કરી હતી. તેમણે ઈશા અંબાણીના આયોજનની પ્રશંસા કરતાં લખ્યું હતું કે, “પ્રિય ઈશા અંબાણી જાણે છે કે કોઈ પણ સાંજને કેવી રીતે યાદગાર બનાવવી! ભારત પરત ફર્યા બાદ ટોરી બર્ચનું ખૂબ જ સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટેબલની સજાવટ અદ્ભુત હતી, ભારતીય ભોજન સ્વાદિષ્ટ હતું અને દરેક નાની-મોટી બાબતમાં હૂંફ તથા વિચારશીલતા જોવા મળતી હતી. મને આ સમગ્ર વાતાવરણ અને મહેમાનોની સંગત ખૂબ ગમી.”
ઈશા અંબાણી દ્વારા આયોજિત આ ખાસ ડિનર પાર્ટીમાં બોલિવૂડ અને ફેશન જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. આ કાર્યક્રમમાં અભિનેત્રીઓ તૃપ્તિ ડિમરી, તમન્ના ભાટિયા, શનાયા કપૂર, મસાબા ગુપ્તા સહિત અભિનેતા શાહિદ કપૂર અને તેમની પત્ની મીરા કપૂરે હાજરી આપી હતી.
આ ઉપરાંત જાણીતા ફેશન ડિઝાઇનર્સ મનીષ મલ્હોત્રા અને રાહુલ મિશ્રા પણ આ ખાસ સાંજનો ભાગ બન્યા હતા. ફેશન લાઇફસ્ટાઇલ લેખિકા પ્રાચી રાનીવાલાએ પણ પાર્ટીની તસવીરો શેર કરીને આ યાદગાર સાંજનો અનુભવ વર્ણવ્યો હતો.
આંગળીઓ ચાટતા રહી જશો! જમવાનો સ્વાદ બમણો કરી દેશે આ ચટપટી ‘કઢી પત્તાની ચટણી