
હિમાચલ પ્રદેશની સુંદર ખીણો કોઈને પણ મોહિત કરી શકે છે. જો તમે એપ્રિલ અથવા મે મહિનામાં હિમાચલ પ્રદેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક અદ્ભુત ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજનું નામ બેસ્ટ ઓફ હિમાચલ ( Best of Himachal ) છે. આ પેકેજ હેઠળ તમને ચંદીગઢ, શિમલા અને મનાલીના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાની તક મળશે.IRCTCએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા આ અંગેની માહિતી આપી છે. આ પેકેજ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી શરૂ થશે.
આ 6 રાત અને 7 દિવસના પેકેજનું ભાડું 44 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિથી શરૂ થાય છે. જેમાં ફ્લાઈટ ટિકિટ, કેબ સર્વિસ, હોટેલ, ફૂડ, ટ્રાવેલ ઈન્સ્યોરન્સ વગેરે, લગભગ જરૂરી બધું જ સામેલ છે. આ પેકેજ 22 એપ્રિલ, 6 મે અને 20 મેના રોજ શરૂ થશે. પ્રવાસીઓ તેમની અનુકૂળતા મુજબ આ ત્રણમાંથી કોઈપણ તારીખ પસંદ કરી શકે છે. પેકેજની વધુ માહિતી માટે તમે અહિ ક્લિક કરી શકો છો
આ પણ વાંચો : Happy Birthday Ahmedabad : અમદાવાદમાં જોવાલાયક 10 સૌથી સુંદર સ્થળોની આજે જ લો મુલાકાત, જુઓ લિસ્ટ
Bask in the tranquillity of this mountain paradise. Grab #irctc‘s best of Himachal #tour #package at unbeatable prices. Book today https://t.co/FLjoBclXfa@AmritMahotsav @incredibleindia @tourismgoi #AzadiKiRail
— IRCTC (@IRCTCofficial) February 25, 2023
આ પણ વાંચો : IRCTCએ કરી ખાસ શરૂઆત ! માત્ર 20 રૂપિયામાં આપી રહ્યું છે 5 સ્ટાર જેવો આલીશાન રૂમ
ટૂર પેકેજ માટે ફી દર અલગ-અલગ હશે. તે મુસાફર દ્વારા પસંદ કરાયેલ કેટેગરી અનુસાર હશે. જો તમે આ ટૂર પેકેજ એકલા એપ્રિલ મહિના માટે બુક કરાવો છો તો તમારે 60,600 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે, જો તમારે બે લોકો માટે બુકિંગ કરાવવું હોય તો તમારે પ્રતિ વ્યક્તિ 46,000 રૂપિયા ખર્ચવા પડશે. ત્રણ લોકો માટે વ્યક્તિ દીઠ 40,000 રૂપિયા ખર્ચવા પડશે. બાળકો માટે અલગ ભાડું ચૂકવવું પડશે. જો તમે આ પેકેજ હેઠળ બુકિંગ કરવા માંગો છો, તો તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જઈને બુક કરી શકો છો.
Published On - 11:36 am, Tue, 28 February 23