IRCTC Tour Package: ગુજરાત ફરવા માટે આઈઆરસીટીસી લાવ્યું ઓછા બજેટનું પેકેજ, ધાર્મિક સ્થળોની સાથે એશિયાટિક સિંહ જોવાનો મળશે લાભ

આ પેકેજ દ્વારા તમને અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર, સોમનાથ, દ્વારકા અને રાજકોટ ફરવાનો મોકો મળશે. આ પેકેજની શરુઆત નવી લખનૌથી થશે.

IRCTC Tour Package: ગુજરાત ફરવા માટે આઈઆરસીટીસી લાવ્યું ઓછા બજેટનું પેકેજ,  ધાર્મિક સ્થળોની સાથે એશિયાટિક સિંહ જોવાનો મળશે લાભ
ગુજરાત ફરવા માટે લાવ્યું ઓછા બજેટનું પેકેજ
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Feb 21, 2023 | 2:08 PM

જો તમે ગુજરાતના તીર્થ સ્થળ ફરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આઈઆરસીટીસી એક શાનદાર પેકેજ લાવ્યું છે. ખુશબૂ ગુજરાત કી સાથે ગીર નેશનલ પાર્ક ફરવાની તક મળશે. આ અંતર્ગત IRCTC શાનદાર અને વ્યાજબી ટુર પેકેજ આપી રહ્યું છે. આ પેકેજ દ્વારા તમે અમદાવાદ, સાસણ ગીર, સોમનાથ અને દ્વારકા ફરવોનો મોકો મળશે. આ પેકેજની શરુઆત લખનૌથી થઈ રહી છે.

આઈઆરસીટીસીએ આ ટ્રેન ટૂર પેકેજની જાહેરાત પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી કરી હતી. આ સમગ્ર યાત્રા 6 રાત અને 7 દિવસની છે. આ પેકેજમાં તમારે ખાવા-પીવાની કે પછી રહેવાની કોઈ ચિંતા કરવાની જરુર નથી. આ ઉપરાત તમને હોટલમાં રોકાવાની પણ સુવિધા મળશે. આ ટુર પેકેજની શરુઆત 24 માર્ચ 2023થી શરુ થઈ રહી છે.આ સ્પેશિયલ ટ્રેનમાં સફર કરનારા મુસાફર

 

 

IRCTC ગુજરાત માટે એર ટૂર પેકેજ લઈને આવી રહ્યું છે. આઠ દિવસના પ્રવાસ પ્રવાસ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોને આવરી લેવામાં આવશે.આ ઉપરાંત તમને ગીર નેશનલ પાર્કમાં લઈ જવામાં આવશે. એશિયાનું એકમાત્ર સ્થળ જ્યાં તમે એશિયાટિક સિંહને જોઈ શકો છે.

પેકેજ વિગતો

પેકેજનું નામ “ Khushboo Gujarat Ki with Gir National Park ”

ડેસ્ટિનેશન કવર – અમદાવાદ, સ્ટેચ્યુ-ઓફ-યુનિટી, સાસણગીર, સોમનાથ, દ્વારકા, રાજકોટ

ટૂરનો સમયગાળો – 7 દિવસ/ 6 રાત

ટ્રેવલ મોડ – ફ્લાઈટ ઇન્ડિગો એરલાઇન

સ્ટેશન/પ્રસ્થાન – લખનૌ એરપોર્ટ/ 18:20 કલાક

કુલ સીટ – 30 મુસાફરો

ભોજન વ્યવસ્થા – નાસ્તો અને રાત્રિભોજન

પેકજની શરુઆત

14.03.2023 થી 20.03.2023

24.03.2023 થી 30.03.2023 સુધી

આ પણ વાંચો : ભારતના આ સુંદર રેલવે રૂટ જોઈને તમે પણ કહેશો વાહ શું નજારો છે, વેકેશનમાં બનાવો પ્લાન

મળશે આ સુવિધા

પેકેજની શરુઆત 48500 રૂપિયા પ્રતિ વ્યક્તિથી હશે. આ કોસ્ટમાં તમને રહેવા જમવાની તમામ સુવિધા મળશે. 2 લોકો માટે તમારી સીટ બુક કરાવવી છો તો તમારે Rs. 38000 આપવા પડશે. જ્યારે તમે ત્રણ વ્યક્તિ સાથે મુસાફરી કરો છો તો તમારે માત્ર 36500 રુપિયા ચુકવવા પડશે.

કેવી રીતે કરાવી શકશો બુકિંગ

આ એર ટૂર પેકેજ માટે બુકિંગ આઈઆરસીટીસીની વેબસાઈટ www.irctctourism.com પર ઓનલાઈન જઈને કરાવી શકશો. આ ઉપરાંત આઈઆરસીટીસી પર્યટક સુવિધા કેન્દ્ર, ઓફિસે જઈને પણ કરાવી શકશો.

 

Published On - 2:07 pm, Tue, 21 February 23