
નેપાળ કુદરતી સૌંદર્યની સાથે ધાર્મિક સ્થળો માટે પણ પ્રખ્યાત છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દૂર-દૂરથી અહીં મુલાકાત લેવા આવે છે. આ દેશમાં હિમાલયના સુંદર નજારાનો આનંદ માણી શકાય છે. તમે અહીં તળાવના કિનારે બેસીને કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકો છો. જો તમે ઓછા બજેટમાં નેપાળની મુલાકાત લેવા માંગો છો, તો IRCTC લાવ્યું છે એક શાનદાર ઓફર. ચાલો જાણીએ તમામ મહત્વની વિગતો.
પેકેજનું નામ– Best of Nepal Ex Delhi
પેકેજ સમય – 5 રાત અને 6 દિવસ
મુસાફરીનો પ્રકાર – ફ્લાઇટ
સ્થળો – કાઠમંડુ, પોખરા
Raise your hands😃, if you want to feel at the top of the world. Book #irctc‘s BEST OF NEPAL #tourpackage Now!! https://t.co/yjOvqIGTtQ@AmritMahotsav #AzadiKiRail #bharatparv23
— IRCTC (@IRCTCofficial) February 10, 2023
1. રહેવા માટે હોટલની સુવિધા ઉપલબ્ધ રહેશે.
2. બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા ઉપલબ્ધ રહેશે.
3. તમને પ્રવાસ વીમાની સુવિધા પણ મળશે.
1. જો તમે આ ટ્રિપ પર એકલા મુસાફરી કરો છો તો તમારે 40,000 રૂપિયા ચૂકવવા પડશે.
2. જ્યારે બે વ્યક્તિએ 31,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે.
3. ત્રણ લોકોએ પ્રતિ વ્યક્તિ 31,000 રૂપિયા ફી ચૂકવવી પડશે.
4. બાળકો માટે તમારે અલગ ફી ચૂકવવી પડશે. બેડ સાથે 30,000 અને બેડ વગર 24,000 આપવાના રહેશે.
આ પણ વાંચો : IRCTC લઈને આવ્યુ ચારધામ યાત્રા માટે સ્પેશિયલ ટૂર પેકેજ, પરિવાર સાથે બનાવો પ્લાન
IRCTCએ ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે નેપાળના સુંદર સ્થળોની મુલાકાત લેવા માંગતા હોવ તો IRCTCના આ શાનદાર ટૂર પેકેજનો લાભ લઈ શકો છો.
તમે આ ટૂર પેકેજ માટે IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકો છો. આ ઉપરાંત, બુકિંગ IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઝોનલ ઓફિસો અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા પણ કરી શકાય છે. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.