કામની વાત : સિલિન્ડરમાં કેટલો ગેસ છે? જાણવા માટે આ ખૂબ જ સરળ પદ્ધતિ અપનાવો

સિલેન્ડરમાં ગેસ પૂર્ણ થવા જઈ રહ્યો ચે. આ માટે હંમેશા લોકો કેલેન્ડરમાં તારીખ માર્ક કરીને રાખે છે પરંતુ જો તમે આ કામ કરવાનું ભુલી ગયા તો તમને કઈ રીતે ખબર પડશે કે, સિલિન્ડરમાં કેટલો ગેસ વધ્યો છે?

કામની વાત : સિલિન્ડરમાં કેટલો ગેસ છે? જાણવા માટે આ ખૂબ જ સરળ પદ્ધતિ અપનાવો
| Updated on: Aug 05, 2025 | 1:15 PM

ભારતમાં દરેક ઘરે ગેસ સિલેન્ડર હોય છે. જો સિલેન્ડરમાં ગેસ પૂર્ણ થઈ જાય તો જમવાનું પણ બનતું નથી. હંમેશા લોકો સિલેન્ડરમાં કેટલો ગેસ વધ્યો છે અને ક્યારે ગેસ પૂર્ણ થશે. તેનો અંદાજે લગાવવા માટે જે દિવસે સિલેન્ડર આવે તે તારીખ યાદ રાખે છે પરંતુ આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ. જેને અપનાવશો તો તમે તારીખ ભૂલી જશો તો પણ તમારે ચિંતા કરવી પડશે નહી.

આ ટીપ્સ ફોલો કરો

સૌથી પહેલા તમારે એક કપડું લઈ તેને ભીનું કરો. હવે આ ભીનાં કપડાંને સિલેન્ડરની ચારેબાજુ રાખી દો. અંદાજે 5 મિનિટ પછી સિલેન્ડર પર રાખેલું કપડું દુર કરો. તમને જણાવી દઈએ કે, સિલેન્ડરનો જે ભાગ સુકાય ગયો હશે. ત્યાં સુધી ગેસ હશે નહી અને સિલેન્ડરનો જે ભાગ ભીનો છે ત્યાં સુધી ગેસ હશે.

આની પાછળ શું સાયન્સ છે?

તો ચાલો જાણીએ કે, આ ટ્રિક કઈ રીતે કામ કરે છે. તમને જણાવી દઈએ કે, ગેસ સિલેન્ડરમાં એલપીજી ગેસ હોય છે અને આ ગેસ ઠંડો હોય છે.સિલેન્ડરનો જે ભાગમાં ગેસ હશે. તે ભાગ કપડાંમાંથી પાણી શોષી લેશે. તેવી જ રીતે, સિલિન્ડરનો જે ભાગ ગેસ છે તે ઠંડો રહેશે જેના કારણે કપડાં ઝડપથી સુકાશે નહીં.

વજનથી લગાવી શકાય અંદાજો

આ ટ્રિક સિવાય તમે ગેસ સિલેન્ડરના વજનથી પણ ગેસનો અંદાજો લગાવી શકો છો. જો સિલેન્ડર વજનદાર છે તો સિલેન્ડરમાં ગેસ છે પરંતુ જો સિલેન્ડર હળવું છે તો સિલેન્ડરમાં ગેસ ઓછો છે. તમને જણાવી દઈએ કે, તમે ગેસ સિલેન્ડરને હલાવી આ વાતનો અંદાજો લગાવી શકો છો.

ગરમ પાણીની પદ્ધતિ

આ માટે, એક ડોલમાં હૂંફાળું પાણી લો. ધીમે ધીમે આ પાણીને સિલિન્ડરની એક બાજુ નીચે રેડો. થોડીક સેકન્ડ રાહ જુઓ, પછી સિલિન્ડર પર હાથ ફેરવીને તાપમાન અનુભવો. જ્યાં ગેસ ભરેલો છે તે ભાગ ઠંડો લાગશે, જ્યારે ખાલી ભાગ ગરમ રહેશે. આવું એટલા માટે થાય છે કારણ કે પ્રવાહી LPG ગેસ આસપાસની ગરમીને શોષી લે છે, જેના કારણે સિલિન્ડરનો જે ભાગ ગેસ ભરેલો છે તે ભાગ ઠંડો રહે છે.

આ ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. અહી ક્લિક કરો

Published On - 1:14 pm, Tue, 5 August 25