Happy Independence Day Wishes : આ માટી છે મારા દેશની, મને ગર્વ છે કે હું ભારતીય છું, સ્વતંત્રતા દિવસની આ સંદેશા દ્વારા પાઠવો શુભકામના
જો તમે પણ આ સ્વતંત્રતા દિવસને ખાસ રીતે ઉજવવા માંગતા હો, તો અહીં અમે તમારા માટે દેશભક્તિથી ભરપૂર શુભેચ્છા સંદેશાઓ અને અવતરણો લઈને આવ્યા છીએ, જેને તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી શકો છો.
દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભક્તિ અને ગૌરવ સાથે કરવામાં આવે છે. આ દિવસ આપણને દેશની આઝાદી માટે થયેલા લાંબા સંઘર્ષ, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને રાષ્ટ્રની એકતાની યાદ અપાવે છે. સ્વતંત્રતા દિવસના આ ખાસ અવસર પર લોકો પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનોને દેશભક્તિના મેસેજ, શુભેચ્છાઓ, સૂત્રો અને પ્રેરણાદાયી અવતરણો મોકલે છે. સોશિયલ મીડિયા પર પણ ત્રિરંગાની તસવીરો, દેશભક્તિના વીડિયો અને ગીતો શેર કરીને લોકો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરે છે.
જો તમે પણ આ સ્વતંત્રતા દિવસને ખાસ રીતે ઉજવવા માંગતા હો, તો અહીં અમે તમારા માટે દેશભક્તિથી ભરપૂર શુભેચ્છા સંદેશાઓ અને અવતરણો લઈને આવ્યા છીએ, જેને તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી શકો છો.
સલામી આપો એ તિરંગાને જે આપણી શાન છે
ફકત આજના દિવસે જ નહિ પણ
આપો સલામી ત્યાં સુધી
જ્યાં સુધી આ શરીરમાં જાન છે
સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ
તે વાતનું અભિમાન છે, દિલમાં સ્વાભિમાન છે,
અમે જ્યાં જન્મ લીધો તે સ્વર્ગથી સુંદર હિન્દુસ્તાન છે,
જય હિન્દ સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ
“કેસરિયો, સફેદ અને લીલો રંગ આપણી આસ્થાનો મુખ્ય આધાર છે, વચમાં શોભતું અશોક ચક્ર આપણી નિરંતર પ્રગતિનો શણગાર છે. સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ!”
આઝાદી કોઈ ભેટ નથી, એ તો વીરોના વર્ષોના સંઘર્ષનું મીઠું ફળ છે, દેશની રક્ષા માટે કાયમ એકજૂટ રહેવું એ જ આપણું સાચું બળ છે.”
આ દિવસ છે ગર્વનો, છે માતાના સન્માનનો
નહીં જાય લોહી વ્યર્થ, બહાદુરોના બલિદાનનું
Happy Independence Day
ગુંજી રહ્યો છે વિશ્વમાં હિંદુસ્તાનનો નારો
ચમકી રહ્યો છે આકાશમાં ત્રિરંગો અમારો
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
યાદ રાખો વીરોના બલિદાનો, જેમના લીધે આપણે આઝાદીની ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. સ્વતંત્રતા દિવસ મુબારક!”
આ માટી છે મારા દેશની, મને ગર્વ છે કે હું ભારતીય છું. સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા
આઝાદ હી રહે હૈં, આઝાદ હી રહેંગે’ – ચંદ્રશેખર આઝાદ
જ્યાં માનવતાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે
એ મારો દેશ હિન્દુસ્તાન છે.
Happy Independence Day !
જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો