Hair Care : તહેવારોની સીઝનમાં સુંદર દેખાવા વાળને તો નથી કરી રહ્યા ને આ રીતે નુકશાન ?

|

Oct 04, 2022 | 9:04 AM

જે લોકો પોતાના વાળને સ્ટાઇલિશ બનાવવા માટે વારંવાર ડ્રાયરનો ઉપયોગ કરે છે, તેમના વાળમાં એક સમયે ઘણી સમસ્યાઓ થવા લાગે છે. બ્લો ડ્રાયરથી  વાળમાં હાઇડ્રેશનનો અભાવ થાય છે.

Hair Care : તહેવારોની સીઝનમાં સુંદર દેખાવા વાળને તો નથી કરી રહ્યા ને આ રીતે નુકશાન ?
Hair Care Tips (Symbolic Image )

Follow us on

તહેવારોની(Festivals ) સિઝન આવે એટલે દરેક યુવતીઓ પોતાના લુકને(Look ) લઈને ખાસ ધ્યાન રાખતી હોય છે. આ સીઝનમાં સૌથી સુંદર (Beautiful )દેખાવા માટે અનેક પ્રોડક્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને જો વાળ સારા ન લાગે તો તેની અસર આખા લુક પર જોવા મળે છે. તેથી જ વાળને સ્ટાઇલિશ બનાવવા માટે મહિલાઓ હોય કે પુરૂષો દરેક પ્રકારના ઉપાયો અજમાવતા હોય છે. વાળને સ્ટાઇલિશ બનાવવા માટે લોકો ઘણા ટૂલ્સનો ઉપયોગ કરે છે, જેમાંથી એક હીટિંગ ટૂલ્સનો ઉપયોગ છે.નવરાત્રિ હોય કે દુર્ગા પૂજા, પ્રસંગોમાં સારા દેખાવાના ચક્કરમાં વાળની ​​ગુણવત્તા બગાડવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. જાણો તહેવારોની સિઝનમાં લોકો વાળને લગતી કઈ ભૂલોનું વારંવાર પુનરાવર્તન કરે છે.

ટેમ્પરરી વાળ સ્ટ્રેઇટ કરવા

મોટાભાગના કિસ્સાઓમાં, સ્ત્રીઓ વાળ માટે ટેમ્પરરી વાળ સ્ટ્રેઇટ કરવાની પદ્ધતિ અપનાવે છે. થોડા સમય માટે વાળને ગરમ કરીને સ્ટ્રેઇટ કરવાથી તે હાઈડ્રેશનની સમસ્યા ઊભી કરી શકે છે. આવી સ્થિતિમાં વાળ શુષ્ક અને નિર્જીવ બની શકે છે.

હિટ પ્રોટેક્ટરનો અભાવ

હીટ પ્રોટેક્શન ક્રીમ, સ્પ્રે અથવા સીરમ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. લોકો આળસથી અથવા ઉતાવળમાં તેમને વાળ પર લગાવતા નથી અને તેમને સીધા જ વાળને હિટ આપવાનું શરૂ કરે છે. આ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

હાઈ હિટ

વાળને હીટિંગ ટૂલ્સ વડે સેટ કરવું તમારી મજબૂરી છે, પરંતુ આ સમય દરમિયાન વધુ ગરમીનો ઉપયોગ તેમને અકાળે સુકા અને નિર્જીવ બનાવી શકે છે. હાઈ હિટ તમને અમુક સમય માટે ઇચ્છિત હેરસ્ટાઇલ આપશે, પરંતુ તે પછીથી સમસ્યાઓ ઊભી કરી શકે છે.

હેર ડ્રાયરનો ઉપયોગ

જે લોકો પોતાના વાળને સ્ટાઇલિશ બનાવવા માટે વારંવાર ડ્રાયરનો ઉપયોગ કરે છે, તેમના વાળમાં એક સમયે ઘણી સમસ્યાઓ થવા લાગે છે. બ્લો ડ્રાયરથી  વાળમાં હાઇડ્રેશનનો અભાવ થાય છે.

પોષણની ઉણપ

વાળ શુષ્ક અને નિર્જીવ થવાનું એક કારણ પોષણનો અભાવ પણ છે. પોષક તત્વોની ઉણપને કારણે વાળ સમય પહેલા સફેદ થવા લાગે છે અને ખરવા પણ લાગે છે. નિષ્ણાતોના મતે, જો તમે હીટિંગ ટૂલ્સનો ઉપયોગ કરો છો, તો પછી અઠવાડિયામાં એકવાર હેર માસ્ક લગાવો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Next Article