Raksha Bandhan Gifts: રક્ષાબંધન પર બહેનને સુંદર ગિફટ આપી ખુશ કરવા માંગો છો, આ ગિફટ કરતાં સારું કંઈ નથી, વાંચો અહેવાલ

રક્ષાબંધન (Raksha Bandhan)નો તહેવાર 11મી ઓગસ્ટના રોજ છે. જો તમે તમારી બહેનને સુંદર ગિફટ આપવાનો પ્લાન બનાવી રહ્યો છો, તો તમે તમારી બહેનને મ્યુચ્યુઅલ ફંડના રૂપમાં એક મોટી ભેટ પણ આપી શકો છો.

Raksha Bandhan Gifts: રક્ષાબંધન પર બહેનને સુંદર ગિફટ આપી ખુશ કરવા માંગો છો, આ ગિફટ કરતાં સારું કંઈ નથી, વાંચો અહેવાલ
| Edited By: | Updated on: Aug 25, 2023 | 1:43 PM

Raksha Bandhan Gifts : ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન નજીકમાં છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈઓ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધન (Raksha Bandhan) પર ભાઈઓ દ્વારા બહેનોને ભેટ આપવાની પણ પ્રથા છે. ઘણી બહેનો અગાઉથી જણાવે છે કે ભાઈ પાસેથી કઈ ભેટ જોઈએ છે. ભાઈઓ પણ તેમની બહેનો માટે અગાઉથી ભેટો લઈને રાખે છે.

આ પણ વાંચો : ચંદ્ર પર હાજર છે 200 ટન વસ્તુ, જેમાં ડ્રીલ, ટુવાલ, બ્રશ સામેલ, આ બધો સામાન કોનો છે ?

હાલના સમયે અનેક સાઇટ્સ પર પણ વેચાણ થઈ રહ્યું છે. અહીં તમને રક્ષાબંધન પર ગિફ્ટ્સ માટે ઘણા બધા વિકલ્પો મળશે. પરંતુ આજે અમે તમને કેટલીક ખાસ ભેટ વિશે જણાવીશું. ભેટો જે તમારી બહેનને આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે. આવો જાણીએ તે ગિફટ વિશે.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD)

FDએ ભારતમાં રોકાણના સૌથી લોકપ્રિય વિકલ્પોમાંથી એક છે. આ રક્ષાબંધન પર તમે તમારી બહેન માટે ફિક્સ ડિપોઝીટ ખાતું ખોલાવી શકો છો. આ FD તમારી બહેનના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે મદદ કરશે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારા સાથે બેંકોએ પણ એફડી પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. હાલમાં, ઘણી અગ્રણી અને નાની ફાઇનાન્સ બેંકો FD પર આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો

આ રક્ષાબંધન પર તમે તમારી બહેનને મ્યુચ્યુઅલ ફંડના રૂપમાં એક અદ્ભુત ભેટ આપી શકો છો. તમે તમારી બહેનને SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શીખવો છો. તમે તમારી બહેનને તેની SIP શરૂ કરીને એક અદ્ભુત ભેટ આપી શકો છો.

ડિજિટલ ગોલ્ડ

ઘણા ભાઈઓ પોતાની બહેનોને રક્ષાબંધન પર સોનું આપે છે. તમે તમારી બહેનને ડિજિટલ સોનું પણ આપી શકો છો. સોનામાં રોકાણ કરવા માટે ડિજિટલ ગોલ્ડ એક સારો વિકલ્પ છે.

ગિફટ કરી શકો છો આ શેર

જો તમે તમારી બહેનને કંઇક અલગ ગિફ્ટ કરવા માંગો છો, તો તમે તેને શેર પણ ગિફ્ટ કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે તમારી બહેનનું ડીમેટ ખાતું ખોલાવવું પડશે. આ પછી તમે તેમના ડીમેટ ખાતામાંથી કેટલાક શેર ખરીદી શકો છો. તમે લાંબા ગાળાના રોકાણ માટે બ્લુ ચિપ કંપનીઓના શેર ખરીદી શકો છો.

ગિફટ કરો હેલ્થ ઈન્શયોરન્સ

રક્ષાબંધન પર Health insurance plan ગિફટ કરવાનો એક સારો વિકલ્પ છે. બહેનો પાસે હેલ્થ ઈન્શયોરન્સ પ્લાન હોતો નથઈ. તમે રક્ષાબંધન પર તમારી બહેનને કોઈ સારો હેલ્થ ઈન્શયોરન્સ પ્લાન ખરીદી ગિફટ કરી શકો છો.

રાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો