શું તમે વધારે પ્રમાણમાં દાળનું સેવન કરો છો? તો ચેતી જજો, થઇ શકે છે ગંભીર બિમારી

|

Feb 07, 2022 | 4:14 PM

સામાન્ય રીતે દાળ ઘણી બધી રીતે લાભદાયક છે, પરંતુ ઘણી વખત વધુ પ્રમાણમાં સેવન સમસ્યા નોતરે છે ખાસ કરીને પેટ સંબંધીત સમસ્યા.

શું તમે વધારે પ્રમાણમાં દાળનું સેવન કરો છો? તો ચેતી જજો, થઇ શકે છે ગંભીર બિમારી
symbolic images

Follow us on

Side Effects Of Lentils : હાઈ પ્રોટીન અને ફાઈબરથી ભરપુર દાળ (Lentils) શરીર માટે ફાયદાકારક છે. મોટાભાગના ઘરોમાં લગભગ રોજ દાળ બનતી હશે અને ખવાતી હશે. ડોક્ટરોનું માનીએ તો વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપુર દાળનું સેવન કરવાથી શરીરમાં એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોન (Bad Cholesterol) ના લેવલ ઓછુ કરવામાં મદદ કરે છે. જેથી હ્રદય રોગ (Heart Disease) જોખમ ઓછુ થઈ જશે. સામાન્ય રીતે દાળ ઘણી બધી રીતે લાભદાયક છે, પરંતુ ઘણી વખત વધુ પ્રમાણમાં સેવન સમસ્યા નોતરે છે ખાસ કરીને પેટ સંબંધીત સમસ્યા.આજ તમને જણાવીએ કે વધારે માત્રામાં દાળનું સેવન કરવાથી કઇ રીતની તકલીફ થઇ શકે છે.

વધારે પ્રમાણમાં દાળ છે નુકસાનકારક

1. જો તમે વધારે દાળ ખાવ છો તો તેની સીધી અસર તમારી કિડની પર થાય છે. વધારે દાળ ખાવાથી કિડની સ્ટોનની તકલીફ આવી શકે છે. વધુ દાળ ખાવાથી પેટની સમસ્યા આવી શકે છે. ખોરાકમાં વધુ માત્રામાં દાળ શામેલ કરવાથી ગેસની તકલીફ થાય છે. આ ઉપરાંત ઘણા લોકોને દાળ ખાવાથી એસિડિટી પણ થાય છે.

2. તમને જણાવી દઈએ કે વધારે માત્રામાં દાળનું સેવન કરવાથી શરીરને ડિટોક્સીફાઈડ કરવામાં મુશ્કેલી આવે છે. દાળ વધારે આરોગવાથી શરીરના બિનજરૂરી કચરો નથી નીકળી શકતો નથી અને પાછીથી તે ફેટમાં કન્વર્ટ થાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

3. દાળમાં વધારે માત્રામાં પ્રોટીનની હાજરી હોય છે. જો તમારા શરીરમાં ખૂબ જ વધુ પ્રોટીન હોય તો તે શરીરનું વજન વધારે છે. શરીરનું વજન વધવાથી ઘણી બધી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે.

4. વધારે દાળ ખાવાથી આંતરડા સંબંધીત સમસ્યા જેવી કે અપચો, ડિહાઇડ્રેશન, થાક, બેચેની, ચિડિયાપણુ, માથાનો દુ:ખાવો, ઝાડા જેવી તકલીફો આવી શકે છે.

5. જો કોઇ વ્યક્તિને ગાઉટ (Gout) ની બીમારી હોય તો તેણે ડોક્ટરની સલાહ વગર દાળ, બીન્સ વગેરેનું સેવન કરવાનું ટાળવું જોઇએ, કારણ કે દાળમાં પ્યુરીનની માત્રા વધારે હોય છે જે શરિરને નુક્સાન દાયક છે.

આ પણ વાંચો :Bank Job 2022: બેંક ઓફ મહારાષ્ટ્રમાં જનરલિસ્ટ ઓફિસરની 500 જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો :8 વર્ષ બાદ Google Chrome એ બદલ્યો પોતાનો લોગો, માત્ર આ યુઝર્સને આવી રહ્યો છે નજર

Next Article