
સાંજની ચા હોય કે મિત્રો સાથે નાની પાર્ટી, જો નાસ્તામાં કંઈક ક્રિસ્પી મળી જાય તો મજા બમણી થઈ જાય છે. ‘ઓનિયન રિંગ્સ’ એક એવું ક્લાસિક સ્ટાર્ટર છે જે બાળકોથી લઈને મોટા દરેકને ભાવે છે. બહારથી એકદમ કુરકુરા અને અંદરથી નરમ ડુંગળીનો સ્વાદ લાજવાબ હોય છે. આજે આપણે શીખીશું કે કેવી રીતે તમે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઓનિયન રિંગ્સ અને તેની સાથે સર્વ કરવામાં આવતી ખાસ ચટપટી ડિપ બનાવી શકો છો.
ડુંગળીનું કટિંગ: સૌ પ્રથમ ડુંગળીની છાલ ઉતારી તેને અડધો સેન્ટીમીટર જાડી ગોળ રિંગ્સમાં કાપી લો. હવે આ રિંગ્સને સાવધાનીપૂર્વક એકબીજાથી અલગ કરી લો. મોટા અને મીડિયમ સાઈઝના રિંગ્સનો જ ઉપયોગ કરવો.
ખીરું તૈયાર કરવું: એક મોટા બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, મીઠું, લાલ મરચું અને કાળા મરી પાવડર મિક્સ કરો. હવે તેમાં થોડું-થોડું ઠંડુ પાણી અથવા સોડા વોટર ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. ધ્યાન રહે કે ખીરું બહુ પાતળું ન થઈ જાય.
કોટિંગ પ્રક્રિયા: એક પ્લેટમાં બ્રેડ ક્રમ્બ્સ કાઢો. હવે એક ડુંગળીની રિંગ લો, તેને પહેલા કોરા મેંદામાં ડસ્ટ કરો, પછી તૈયાર ખીરામાં ડુબાડો અને છેલ્લે બ્રેડ ક્રમ્બ્સમાં સારી રીતે લપેટી લો. એક્સ્ટ્રા ક્રિસ્પી બનાવવા માટે તૈયાર રિંગ્સને 10 મિનિટ ફ્રીઝરમાં રાખી દો.
તળવાની રીત: કઢાઈમાં તેલ ગરમ કરો. જ્યારે તેલ મધ્યમ ગરમ થાય ત્યારે ધીરે-ધીરે રિંગ્સ તેમાં નાખો. તેને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ ટિશ્યુ પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ શોષાઈ જાય.
ડિપ વિના ઓનિયન રિંગ્સ અધૂરા છે. તેને ઝટપટ આમ તૈયાર કરો: