Gujarati NewsLifestyleFoodNo Vegetables at Home Make This Tangy Rajasthani Papad Sabzi in Just 5 Minutes
ઘરમાં શાકભાજી નથી? તો ચિંતા છોડો, માત્ર 5 મિનિટમાં બનાવો આ ચટપટી રાજસ્થાની રેસિપી
ઘરમાં કોઈ શાક ન હોય અથવા એ જ દાળ-રોટલી ખાઈને કંટાળી ગયા હોવ, ત્યારે શું બનાવવું? જો તમે મિનિટોમાં બનતી કંઈક નવી અને ચટપટી વાનગી શોધી રહ્યા છો, તો રાજસ્થાનનું આ પ્રખ્યાત શાક તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. દહીં અને મસાલાના રોયલ સ્વાદ સાથે તૈયાર થતું આ શાક ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
ક્યારેક ને ક્યારેક એવું ચોક્કસ બને છે જ્યારે ઘરમાં કોઈ શાક હોતું નથી. કેટલીકવાર આપણે એ જ દાળ-રોટલી ખાઈને એટલા કંટાળી જઈએ છીએ કાં તો કંઈક નવું ખાવા માટે માર્કેટ તરફ ભાગીએ છીએ. આવી સ્થિતિમાં રાજસ્થાનનું ‘ટ્રેડિશનલ પાપડ’ શાક તમારા માટે સ્વાદિષ્ટ વિકલ્પ બની શકે છે.
રાજસ્થાની પાપડના શાકની રેસિપી
આ શાક બનાવવા માટે પાપડ અને મસાલાની ખાસ જરૂર છે, તેને બનાવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો:
5-6 પાપડ
1/2 કપ દહીં
2-3 ટામેટાં
2-3 મોટી ચમચી લીલા ધાણા
1 મોટી ચમચી કસૂરી મેથી
2-3 ઝીણા સમારેલા લીલા મરચાં
1/2 નાની ચમચી જીરૂં
1/4 ચમચી હળદર પાવડર
1/4 લાલ મરચું પાવડર
1 ચમચી ધાણા પાવડર
1 ઈંચ આદુ
1 ચપટી હિંગ
સ્વાદાનુસાર મીઠું
બનાવવાની રીત
પહેલા સ્ટેપમાં પાપડને શેકી લેવાનો છે. આ માટે કડાઈમાં તેલ મૂકીને તળો અથવા ગેસ પર એમ જ તેલ વગર શેકો, વિકલ્પ તમારી પાસે છે.
આગામી સ્ટેપમાં દહીંમાં અડધો કપ પાણી ઉમેરીને તેને સારી રીતે વલોવી લેવું.
કડાઈને ગેસ પર રાખો અને તેમાં 2-3 ચમચી તેલ નાખો.
તેલ ગરમ કરીને તેમાં જીરૂં, હિંગ, આદુ અને લીલા મરચાં સાંતળી લો.
તે પછી ટામેટાંને એકદમ ઝીણા પીસી લો.
હવે ટામેટાં ઉમેરો અને તેમાં લાલ મરચું, હળદર, ધાણા પાવડર અને કસૂરી મેથી પણ નાખો.
આ મસાલાને ત્યાં સુધી સાંતળવાનો છે, જ્યાં સુધી તેલ પાણીથી અલગ ન દેખાવા લાગે.
હવે ઉપરથી 1 કપ પાણી સાથે સ્વાદાનુસાર મીઠું પણ નાખો.
ગ્રેવીને ધીમા તાપે પકવા દેવાની છે અને જેવો ઉભરો આવવા લાગે એટલે તેમાં દહીં ઉમેરવું.
થોડી વાર પછી ઉપરથી લીલા ઝીણા સમારેલા ધાણા પણ નાખો.
સૌથી છેલ્લે પાપડ ઉમેરીને 2 મિનિટ સુધી ધીમા તાપે પાકવા દેવું.
તમારું પાપડનું શાક તૈયાર છે, તેને ભાત અને રોટલી સાથે લંચ કે ડિનરમાં પીરસો.
કઈ વાતનું ધ્યાન રાખવું?
દહીંને તરત જ ફ્રિજમાંથી કાઢીને ગ્રેવીમાં ઉમેરવાનું ટાળો, રૂમ ટેમ્પરેચર (સામાન્ય તાપમાન) પર આવ્યા પછી જ શાકમાં ઉમેરો. આ સિવાય ગ્રેવી માટે ટામેટાં અથવા દહીં બેમાંથી કોઈ એક પણ ઉમેરી શકાય છે. શાકમાં અલગ સ્વાદ માટે ટામેટાં સાથે ડુંગળી પણ ઉમેરી શકો છો.