ઝીણી સમારેલી કોથમીરમાંથી McDonald એ તૈયાર કર્યો આઇસક્રીમ, ફોટો જોઈને ચોંકી ગયા આઈસ્ક્રીમ પ્રેમીઓ

|

Feb 25, 2022 | 9:26 AM

સમગ્ર વિશ્વમાં અજબ-ગજબ ફૂડનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. તાજેતરના સમયમાં પણ આવો જ એક અજીબોગરીબ પ્રયોગ (Weird Experiment) લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ જોઈને આઈસ્ક્રીમ પ્રેમીઓ ચોક્કસપણે ચોંકી જશે.

ઝીણી સમારેલી કોથમીરમાંથી McDonald એ તૈયાર કર્યો આઇસક્રીમ, ફોટો જોઈને ચોંકી ગયા આઈસ્ક્રીમ પ્રેમીઓ
mcdonalds launch coriander ice cream Users will be shocked to see this(Image-Twitter)

Follow us on

આઈસ્ક્રીમનું (Ice Cream)નામ સાંભળતા જ લોકોના મોંઢામા પાણી આવવા લાગે છે અને આમ પણ આ વાનગી એવી છે કે દરેક ઉંમરના લોકો તેને શોખથી ખાય છે, પરંતુ બધાની પસંદની આ વાનગી સાથે અજીબો ગરીબ પ્રયોગ (Weird Experiment) કરવામાં આવે તો શું થશે? જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, ખોરાક સાથેના વિચિત્ર પ્રયોગોની દરરોજ ચર્ચા થાય છે. ઘણીવાર જોવામાં આવે છે કે સ્થાનિક વિક્રેતાઓ દ્વારા આવા પ્રયોગો કરવામાં આવે છે, પરંતુ આ વખતે વિશ્વભરમાં તેની ફૂડ ચેઈન ચલાવતી મેકડોનાલ્ડે (McDonald’s) આઈસ્ક્રીમ પર એક પ્રયોગ કર્યો છે. જેને જોયા પછી તમે ચોક્કસપણે ચોંકી જશો.

ચીનમાં મેકડોનાલ્ડ કંપની કોથમીર વાળી આઈસ્ક્રીમ સર્વ કરી રહી છે. કંપનીએ કોથમીરને સજાવીને લોકો સમક્ષ આઈસ્ક્રીમની નવી ફ્લેવર રજૂ કરી અને તેને નામ આપ્યું – Cilantro Sundae. તે 25 ફેબ્રુઆરી સુધી જ લોકો માટે ઉપલબ્ધ રહેશે. આ અનોખી વાનગી વિશે સાંભળીને લોકોના મગજ ચકરાવે ચડ્યા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ આઈસ્ક્રીમનો ફોટો ડેનિયલ અહમદ નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક કપ ની અંદર આઈસ્ક્રીમ છે અને તેમાં સોફ્ટી પર ઝીણી સમારેલી કોથમીર એવી રીતે સજાવી છે કે, આપણા ઢાબા પર દાળ ફ્રાય પર કોથમીર નાખવામાં આવે છે. આ આઈસ્ક્રીમની કિંમત ચીનમાં 6.6 યુઆન એટલે કે ભારતીય ચલણ મુજબ લગભગ 77 રૂપિયા રાખવામાં આવી છે.

આ ફોટો જોયા બાદ જ્યાં આઈસ્ક્રીમ પ્રેમીઓના મન ચકરાવે ચડ્યા છે. ત્યાં કેટલાક લોકોએ આ પ્રયોગને એકવાર ચકાસવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે અગાઉ વર્ષ 2020માં Oreo બિસ્કિટનું બર્ગર McDonald’s એ બનાવ્યું હતું.

આ પણ વાંચો: Ice Cream Bhajiya Recipe: આઈસ્ક્રીમના ભજીયા અને ખમણનો આઈસ્ક્રીમ? બનાવવો કે ખાવો છે? તો આ ખાસ વાંચી લેજો

આ પણ વાંચો: Chilli Ice Cream: મરચાંનો આઈસક્રીમ ને આઈસક્રીમના ભજીયા? કવિ કહેવા શું માગે છે ?

 

Next Article