
ભારતીય ઘરોમાં નાસ્તામાં ઈડલી અને ઢોસા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. પરંતુ ઉનાળો આવતા જ મહિલાઓ સામે સૌથી મોટો પડકાર હોય છે – બેટર (ખીરું) ખાટું થઈ જવું. ભારે ગરમીને કારણે આથો આવવાની પ્રક્રિયા એટલી ઝડપી બને છે કે ખીરું માત્ર થોડા કલાકોમાં જ ખરાબ થઈ જાય છે. આ સમસ્યાનો તોડ લઈને આવ્યા છે કન્ટેન્ટ ક્રિએટર વિનુ, જેમણે ‘વિનુ કી રસોઈ’ દ્વારા એક અનોખું રહસ્ય ખોલ્યું છે.
વિનુ જણાવે છે કે સામાન્ય રીતે આપણે નાગરવેલના પાનનો ઉપયોગ મુખવાસ કે પૂજામાં કરીએ છીએ, પરંતુ ઈડલીના બેટરમાં તે pH સ્તરને સંતુલિત કરવાનું અદભૂત કામ કરે છે. તે ખીરામાં લેક્ટિક એસિડને વધતું અટકાવે છે, જેનાથી તીવ્ર ગરમીમાં પણ ખીરું લાંબા સમય સુધી તાજું રહે છે અને તેમાંથી આવતી અપ્રિય ગંધ દૂર થાય છે.
નાગરવેલના પાનમાં કુદરતી એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. જ્યારે આ પાનને ખીરાની ઉપર મૂકવામાં આવે છે, ત્યારે તે હાનિકારક બેક્ટેરિયાને ફેલાતા અટકાવે છે. આનાથી માત્ર ખાટાશ જ ઓછી થતી નથી, પરંતુ બનતી ઈડલી કપાસ જેવી નરમ, સફેદ અને સુગંધિત બને છે.
નાગરવેલનું પાન પાચનશક્તિમાં સુધારો કરે છે. આ પદ્ધતિ સંપૂર્ણપણે કુદરતી અને રાસાયણિક મુક્ત છે, જે ઉનાળામાં તમારા રસોડાના કામને ઘણું સરળ બનાવી દેશે.
Disclaimer આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી. વધુ માહિતી માટે તમારા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.