15 મિનિટમાં બનાવી શકો છો ‘સોફ્ટ પિઝા બેઝ’, બસ ઘરે અપનાવો આ ‘સરળ રીત’

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, બજાર જેવો અથવા તેનાથી પણ વધુ ફ્રેશ પિઝા બેઝ ઘરે જ ફટાફટ બની શકે છે? ઘરે જ તાજા અને સોફ્ટ પિઝા બેઝ બનાવવા એકદમ સરળ છે. તમે યીસ્ટ સાથે અથવા તેના વગર બેકિંગ પાવડર વાપરીને માત્ર 15 મિનિટમાં ઝટપટ પિઝા બેઝ તૈયાર કરી શકો છો.

15 મિનિટમાં બનાવી શકો છો સોફ્ટ પિઝા બેઝ, બસ ઘરે અપનાવો આ સરળ રીત
| Updated on: Nov 21, 2026 | 8:45 PM

બજારમાં રેડી-ટુ-કુક પિઝા બેઝ સરળતાથી મળી રહે છે પરંતુ તેમાં એ ફ્રેશનેસ અનુભવાતી નથી અને ન તો તે એટલા સોફ્ટ હોય છે. તમે એક્ટિવ યીસ્ટ સાથે અથવા તેના વગર પણ બેકિંગ પાવડર સાથે માત્ર 15 મિનિટમાં ફટાફટ પિઝા બેઝ ઘરે તૈયાર કરી શકો છો.

યીસ્ટ વગર આ રીતે બનાવો પિઝા બેઝ

  • 2 ½ કપ મેંદો
  • 3 ટી સ્પૂન બેકિંગ પાવડર
  • 2 ટેબલ સ્પૂન જેટલું પાણી
  • 1 ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ
  • મીઠું સ્વાદાનુસાર

આ રીતે બનાવો

  1. એક બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર અને મીઠું સારી રીતે મિક્સ કરીને અલગ રાખી દો.
  2. એક અલગ જગમાં પાણી અને ઓલિવ ઓઇલને મિક્સ કરી લો.
  3. હવે આ પાણીને ધીમે-ધીમે મેંદાના મિશ્રણમાં ઉમેરતા જાઓ, બધું પાણી એકસાથે ન નાખો.
  4. હાથ અથવા મોટા ચમચાની મદદથી તેને ત્યાં સુધી મિક્સ કરતા રહો, જ્યાં સુધી લોટ એક બોલના આકારમાં ન આવી જાય.
  5. જો બાંધેલો મેંદો સખત લાગતો હોય, તો થોડા પાણીના છાંટા મારો.
  6. હવે તેના બે ગોળા બનાવી લો અને વેલણની મદદથી 12 ઇંચ સુધી વણી લો.
  7. આ બેઝને એક મોટા પિઝા અથવા બેકિંગ ટ્રેમાં ટ્રાન્સફર કરી મનપસંદ સોસ લગાવો અને ઉપરથી ટોપિંગ નાખીને 15 થી 17 મિનિટ માટે બેક કરો.

સામગ્રી

  • 2 કપ મેંદો
  • 1 ટી સ્પૂન ડ્રાય યીસ્ટ
  • 1 ટી સ્પૂન ખાંડ
  • 1 ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ
  • મીઠું સ્વાદ મુજબ

આ રીતે બનાવો

  1. એક નાના બાઉલમાં ડ્રાય યીસ્ટને 2 ટેબલસ્પૂન હુંફાળા પાણી અને ખાંડ સાથે મિક્સ કરીને 5 મિનિટ સુધી ઢાંકીને રાખી દો.
  2. હવે એક મોટા બાઉલમાં મેંદો, યીસ્ટ મિશ્રણ, ઓલિવ ઓઇલ અને મીઠું મિક્સ કરી પાણીથી સારી રીતે બાંધી લો.
  3. આ બાંધેલા મેંદાને પાતળા કપડાથી 1 થી 1½ કલાક સુધી ઢાંકીને રાખી દો.
  4. ત્યારબાદ તેને 3 સરખા ભાગોમાં વહેંચીને સૂકા લોટની મદદથી 7 ઇંચ સુધી વણી લો.
  5. હવે વણેલા ત્રણેય પિઝા બેઝને બેકિંગ ટ્રે પર રાખીને 5 મિનિટ માટે 180 ડિગ્રી સેલ્સિયસ પર બેક કરી લો. ઓવનને પ્રી-હીટ કરવાનું ન ભૂલો.

Drumstick Soup Recipe : વાળથી લઈને ત્વચા સુધી ફાયદાકારક છે સરગવો,જાણો સૂપ બનાવવાની રીત

Follow Us
Loading...
Unable to load recommendations.