
આંબળાની ચટણી : આંબળાની ચટણી તમે ઘરે જ સરળતાથી બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા આંબળાને ધોઈને સારી રીતે સાફ કરી લો. આ પછી તેને કાપીને તેના બીજ કાઢી લો અને તેને અલગ કરો. હવે આંબળા, લીલા મરચા અને આદુને નાના ટુકડા કરી લો. હવે મિક્સરમાં આંબળા, લીલા મરચાં, આદુ, જીરું, આખા ધાણા, ધાણાજીરું અને મીઠું નાખીને પીસી લો. તેમાં થોડું પાણી પણ ઉમેરો. સ્વાદિષ્ટ આંબળાની ચટણી તૈયાર છે.

આંબળાનો મુરબ્બો : ઘણા લોકો આંબળાના મુરબ્બાને પસંદ કરે છે. તમે તેને ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. સૌથી પહેલા આંબળાને પાણીથી સારી રીતે ધોઈ લો. આ પછી છરીની મદદથી તેમાં કટ બનાવો. હવે આંબળાને પાણીમાં 2 થી 4 મિનિટ ઉકળવા માટે રાખો. જ્યારે તે નરમ થવા લાગે તો ગેસ બંધ કરી દો. હવે આંબળા અને પાણીને અલગ કરી લો. તેમાંથી બીજ કાઢી લો. હવે એક તપેલીમાં પાણીમાં ખાંડ અથવા ગોળ ઉમેરીને ચાસણી બનાવો. હવે તેમાં આંબળા નાખીને થોડી વાર ચડવા દો. તેનો રંગ બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તૈયાર છે આંબળાનો મુરબ્બો.
Published On - 8:08 am, Mon, 16 December 24