બજારમાંથી જામ ખરીદવાની જરૂર નહીં પડે, ઘરે જ આ ફળોથી બનશે ‘ટેસ્ટી જામ’

સવારની ઉતાવળમાં આપણે ઘણીવાર બ્રેડ, જામ કે ઓટ્સ જેવી તૈયાર વસ્તુઓ ખાઈ લઈએ છીએ પરંતુ બજારમાં મળતી આ વસ્તુઓમાં ભેળસેળની ચિંતા સતત વધતી જાય છે. ખાસ કરીને ઘરે ફ્રૂટ જામ લાવતી વખતે તેની શુદ્ધતા પર શંકા થવી સ્વાભાવિક છે. હવે સવાલ એ છે કે, તાજા ફળોમાંથી ઘરે જ સરળતાથી સ્વાદિષ્ટ અને શુદ્ધ ફ્રૂટ જામ કેવી રીતે બનાવી શકાય?

બજારમાંથી જામ ખરીદવાની જરૂર નહીં પડે, ઘરે જ આ ફળોથી બનશે ટેસ્ટી જામ
| Updated on: Nov 20, 2026 | 8:10 PM

આપણે ઘણીવાર સવારનો સમય બચાવવા માટે ઈન્સ્ટન્ટ ફૂડ્સનો સહારો લઈએ છીએ. એમાં બ્રેડ બટર, બ્રેડ જામ, ઓટ્સ જેવી વસ્તુઓ હોય છે.

એવામાં ખાવા-પીવાની આ વસ્તુઓમાં એટલી ભેળસેળ થવા લાગી છે કે, તેની શુદ્ધતા પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ છે. આવા સંજોગોમાં જો તમારા મનમાં પણ હંમેશા ફ્રૂટ જામ ખરીદતી વખતે ભેળસેળની શંકા થતી હોય, તો તમે ઘરે જ ફ્રૂટ જામ બનાવી શકો છો.

ફ્રૂટ જામ સામગ્રી

  • 2 લાલ સફરજન
  • 200 ગ્રામ અનાનસ
  • 200 ગ્રામ સ્ટ્રોબેરી
  • 250-300 ગ્રામ કાળી દ્રાક્ષ
  • 2-3 સંતરા
  • 1 લીંબુ
  • 1 ઈંચ તજ
  • 5-6 ઈલાયચી
  • 500 ગ્રામ ખાંડ

રીત

  1. મિક્સ ફ્રૂટ જામ બનાવવા માટે બધા ફળોને પહેલા સારી રીતે ધોઈ લો અને તેને સૂકવવા માટે મૂકી દો.
  2. બીજી તરફ ઈલાયચીને છોલીને તેને વાટી લેવી.
  3. હવે એક-એક કરીને સ્ટ્રોબેરીના ડીંટા દૂર કરો, સાથે જ સફરજન અને સંતરાના બીજ પણ કાઢી લો.
  4. ત્યારબાદ દ્રાક્ષને 2-2 ટુકડામાં કાપી લો અને અનાનસના પણ મોટા-મોટા ટુકડા કરી લો. આ ઉપરાંત, 2 લાલ સફરજન લઈને તેને છીણીને રાખી લો.
  5. ગેસ પર પેન મૂકો અને તે હળવું ગરમ થાય ત્યારબાદ તેમાં છીણેલા સફરજનની સાથે 500 ગ્રામ ખાંડ નાખીને તેને ઓગળવા દો.
  6. આ દરમિયાન 1 ઈંચ તજનો ટુકડો નાખીને થોડીવાર તેનો સ્વાદ ભળવા દો.
  7. દ્રાક્ષ, અનાનસ અને સ્ટ્રોબેરીને સાથે બારીક વાટી (Crush) લેવા.
  8. બધી પેસ્ટને પેનમાં નાખીને એકસાથે મિક્સ કરી લો અને તેને મધ્યમ આંચ પર ઓછામાં ઓછી 5-6 મિનિટ સુધી ઘટ્ટ થવા માટે રહેવા દો.
  9. એ બાબતનું ધ્યાન રાખો કે, જામને વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું, જેથી તે ચોંટે અને બળે નહીં.
  10. મિશ્રણ જ્યારે ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં ઈલાયચી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો.
  11. હવે એક ચમચીમાં જામ કાઢીને જુઓ, જો તેનું પાણી અલગ દેખાઈ રહ્યું હોય, તો તેને હજુ વધુ પકાવવાની જરૂર છે.
  12. ત્યારબાદ મિશ્રણને અલગ વાસણમાં કાઢીને ઠંડુ થવા માટે મૂકી દો અને સૌથી છેલ્લે એક લીંબુનો રસ નાખીને મિક્સ કરો.
  13. આ રીતે તમારો તાજા ફળોમાંથી ઘરે બનાવેલો મિક્સ ફ્રૂટ જામ તૈયાર છે.

આંગળીઓ ચાટતા રહી જશો! જમવાનો સ્વાદ બમણો કરી દેશે આ ચટપટી ‘કઢી પત્તાની ચટણી’

Published On - 7:54 pm, Fri, 20 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.