ગાજર છીણ્યા વગર કૂકરમાં બનાવો ગરમા-ગરમ ગાજરનો હલવો, સમય અને મહેનત બંનેની થશે ‘બચત’

શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ ગાજરનો હલવો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. જો કે, કલાકો સુધી ગાજર છીણવાની મહેનત જોઈને ઘણા લોકો બનાવવાનું ટાળે છે. જો તમે પણ આ જ ઝંઝટથી બચવા માંગતા હોવ અને ઓછા સમયમાં સ્વાદિષ્ટ હલવો બનાવવા માંગતા હોવ, તો ગાજરને છીણ્યા વગર પ્રેશર કૂકરમાં ફટાફટ બનતી સરળ રેસિપી તમારા માટે એકદમ પરફેક્ટ છે.

ગાજર છીણ્યા વગર કૂકરમાં બનાવો ગરમા-ગરમ ગાજરનો હલવો, સમય અને મહેનત બંનેની થશે બચત
| Updated on: Nov 27, 2026 | 9:20 PM

તાજા લાલ ગાજર, દેશી ઘી, માવો અને મેવાથી ભરપૂર ગરમા-ગરમ હલવો… કંઈક આવી જ વાઈબ વિન્ટર સીઝન આપે છે. ક્યારેક તો લાગે છે કે, ગાજરના હલવાનો સ્વાદ ચાખ્યા વગર આ ઋતુ જ અધૂરી છે.

તેને ખાવામાં તો મજા આવે છે પણ બનાવવામાં વધુ મહેનત લાગે છે. કલાકો સુધી ગાજરને છીણવું એ તેનું સૌથી મોટું કામ છે. એવામાં શું તમે જાણો છો કે, છીણ્યા વગર પણ હલવો ફટાફટ તૈયાર કરી શકાય છે?

સામગ્રી

  • 1 કિલો લાલ તાજા ગાજર
  • 500 મિલી (અડધો લિટર) ફુલ ક્રીમ દૂધ
  • 100 ગ્રામ માવો
  • 1 ચમચી ઈલાયચી પાવડર
  • 3-4 ઝીણા સમારેલા બદામ
  • 3-4 ઝીણા સમારેલા કાજુ
  • 2 ચમચી કિસમિસ
  • 2 ચમચી ઝીણા સમારેલા સૂકા નારિયેળના ટુકડા
  • સ્વાદાનુસાર ખાંડ

રીત

  1. ગાજરનો હલવો કૂકરમાં બનાવવા માટે તમારે ગાજરને છીણવાને બદલે મોટા-મોટા ટુકડામાં કાપી લેવાનું છે, જેથી સમયની બચત થઈ શકે.
  2. ત્યારબાદ પ્રેશર કૂકર ગેસ પર મૂકો અને એક મોટી ચમચી દેશી ઘી નાખીને ગરમ કરો.
  3. હવે ગાજરના ટુકડાને કૂકરમાં નાખીને 1 સીટી વાગે ત્યાં સુધી પાકવા દો. એ વાતનું ધ્યાન રાખો કે, ગાજર કૂકરમાં નીચે ચોંટે નહીં.
  4. જો એક સીટીમાં ગાજર નરમ થઈ ગયા છે, તો તેને તમે મેશર અથવા તવેથાની મદદથી સારી રીતે મેશ કરી લો. એટલું જ મેશ કરવાનું છે, જેનાથી તે હલવા માટે દાણાદાર તૈયાર થઈ જાય.
  5. આ ગાજરમાં 500 મિલી ફુલ ક્રીમ દૂધ નાખીને તેને ધીમી અથવા મધ્યમ આંચ પર પાકવા માટે થોડી વાર રહેવા દો.
  6. દૂધ ગાજરમાં થોડું ઓછું થાય ત્યારે જ સ્વાદાનુસાર ખાંડ નાખીને મિક્સ કરો.
  7. આ દરમિયાન ચમચાથી હલાવતા રહીને ખાંડને દૂધમાં ઓગળવા દેવાની છે. ત્યારબાદ મિશ્રણમાં 100 ગ્રામ માવો પણ મિક્સ કરો.
  8. બીજીબાજુ મેવાને ઘીમાં શેકવા માટે વઘારિયું લઈને તેમાં 1 ચમચી ઘી નાખો.
  9. આ પછી તેમાં બધા ઝીણા સમારેલા મેવા નાખીને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. ધ્યાન રાખો કે, મેવા શેક્યા વગર પણ હલવામાં નાખી શકાય છે.
  10. છેલ્લે મેવા અને 1 ચમચી ઈલાયચી પાવડર પણ હલવામાં સારી રીતે મિક્સ કરી દો.
  11. આ રીતે તમારો છીણ્યા વગર કૂકરમાં બનેલો ગાજરનો હલવો તૈયાર છે.

Gond Laddu Recipe : શિયાળામાં સ્વાદ અને તાકાતનો ખજાનો, જાણો ગુંદરના લાડુ બનાવવાની સરળ રીત

Published On - 9:18 pm, Fri, 27 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.