સ્ટ્રીટ ફૂડ ભૂલી જશો! ઘરે જ બનાવો ક્રિસ્પી બટાકા-ડુંગળીની પેટીસ, જાણો સરળ રેસિપી

જો સાંજના નાસ્તામાં કંઈક ગરમાગરમ અને કુરકુરું ખાવાનું મન થાય, તો હવે બહાર જવાની બિલકુલ જરૂર નથી. ઘરમાં રહેલા બટાકા અને ડુંગળીમાંથી જ તમે બજાર જેવી ક્રિસ્પી પેટીસ ઘરે જ સરળતાથી બનાવી શકો છો.

સ્ટ્રીટ ફૂડ ભૂલી જશો! ઘરે જ બનાવો ક્રિસ્પી બટાકા-ડુંગળીની પેટીસ, જાણો સરળ રેસિપી
Image Credit source: AI Generated
| Updated on: Nov 25, 2026 | 7:55 PM

સાંજે કંઈક ચટપટું અને કુરકુરું ખાવાનું મન થાય, તો બટાકાની પેટીસ એક ઉત્તમ ડિશ છે. ઘણીવાર આપણે તે ખાવા માટે સ્ટ્રીટ ફૂડની દુકાને પહોંચી જઈએ છીએ પરંતુ ત્યાં સાફ-સફાઈ અને વારંવાર વપરાતા તેલને જોઈને મન થોડું પાછું હટી જાય છે.

એવામાં સવાલ એ છે કે, તેને ઘરે કેવી રીતે બનાવવામાં આવે? જણાવી દઈએ કે, આના માટે તમારે બહુ વધુ સામાનની જરૂર નથી. ઘરમાં પડેલા બટાકા અને ડુંગળીમાંથી તમે એવી કુરકુરી વેજિટેબલ પેટીસ તૈયાર કરી શકો છો, જે બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હશે.

બટાકા અને ડુંગળીમાંથી તૈયાર કરો ‘પેટીસનું મિશ્રણ’

  1. સૌથી પહેલા બે ડુંગળી છોલીને અડધી કાપી લો. ડુંગળીની છાલ દૂર કરીને તેને જાડી છીણીથી છીણી લો. હવે બટાકાનો વારો છે. તેને પણ એ જ રીતે છીણીને ડુંગળી સાથે ભેળવી દો. પ્રયત્ન કરો કે, બટાકા તૈયાર કર્યા બાદ તરત જ આગળનું કામ શરૂ કરી દો.
  2. હવે આ મિશ્રણને એક મોટા વાસણમાં પાણી નાખીને હાથથી હળવા હાથે હલાવો. ત્યારબાદ પાણી કાઢી લો. આવું બીજી વાર પણ કરી શકો છો. હવે બંને શાકભાજીને હાથથી દબાવીને તેનું પાણી બરાબર કાઢી લો. તેનાથી પેટીસ બનાવતી વખતે મિશ્રણ છૂટું નહીં પડે.
  3. હવે ગેસ પર પેન મૂકો અને તેમાં થોડું ઓલિવ ઓઈલ નાખો. તેલ ગરમ થાય ત્યારે બટાકા-ડુંગળીનું મિશ્રણ નાખીને લગભગ 5 થી 7 મિનિટ સુધી હલાવતા-હલાવતા પકાવો.
  4. ડુંગળીની ગંધ જ્યારે ઓછી થાય અને બટાકા હળવા નરમ લાગવા લાગે, ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લો.
  5. મિશ્રણ ઠંડું થાય ત્યારે તેમાં મીઠું, કાળા મરી અને ચાર મોટા ચમચા કોર્નસ્ટાર્ચ અથવા મેંદો નાખો. હવે હાથથી બરાબર મિક્સ કરીને નાના-નાના લૂઆ બનાવો.
  6. ત્યારબાદ તેને હથેળીથી દબાવીને પેટીસ જેવો આકાર આપો. એક પેનમાં તેલ ગરમ કરીને તેને બંને બાજુ ફેરવીને પકાવો. તેનો રંગ જ્યારે સોનેરી થઈ જાય ત્યારે પ્લેટમાં કાઢી લો.
  7. હવે વારો એ સોસનો છે, જે પેટીસનો સ્વાદ વધુ વધારી દેશે. તેના માટે એક નાના પેનમાં 30 ગ્રામ માખણ ગરમ કરો. તેમાં એક મોટો ચમચો મેંદો નાખીને સતત હલાવો. લગભગ એક મિનિટ બાદ તેમાં ધીમે-ધીમે 150 મિલીલીટર ક્રીમ ઉમેરો.
  8. ધ્યાન રાખો કે, સોસમાં ગઠ્ઠા ન પડે. હવે મીઠું અને કાળા મરી નાખો. છેલ્લે છીણેલું ચેડર ચીઝ ઉમેરીને ત્યાં સુધી પકાવો, જ્યાં સુધી ચીઝ પીગળીને સોસમાં બરાબર ભળી ન જાય.
  9. જો તમને ચીઝ સોસ સિવાય કંઈક ચટપટું પસંદ હોય, તો આ ડીપ પણ તૈયાર કરી લો. એક વાટકીમાં એક નાની ચમચી કેચઅપ અને એક મોટો ચમચો મેયોનીઝ નાખો. તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરો.
  10. હવે તાજા ડીલના પાન ઝીણા સમારીને નાખી દો. બધી વસ્તુઓને બરાબર મિક્સ કરતા જ તમારી બીજી સોસ તૈયાર થઈ જશે.
  11. હવે પ્લેટમાં કુરકુરી પેટીસ સજાવો અને એક તરફ ચીઝ સોસ, તો બીજી તરફ ગાર્લિક ડીલ ડીપ રાખો. તમે ઈચ્છો તો, પેટીસને સોસમાં બોળીને ખાઈ શકો છો અથવા ઉપરથી નાખીને પણ પીરસી શકો છો. બસ સાંજની ચા સાથે આ નાસ્તો ઘણો સારો લાગશે.

Ragda Pattice Recipe : મુંબઈની ફેમસ રગડા પેટીસ હવે ઘરે બનાવો, સ્વાદ એવો કે વારંવાર ખાવાનું મન થશે

Follow Us
Loading...
Unable to load recommendations.