શિયાળામાં તમારા શરીરને ફિટ રાખશે બાજરીનો રોટલો, જાણો તેના ફાયદા

શિયાળાની ઋતુમાં બાજરીનો રોટલો ખાવાથી શરીર અંદરથી ગરમ રહે છે, સાથે જ શરીરને ઘણા પ્રકારની બિમારીઓથી બચાવે છે. તે સિવાય પાચનતંત્રને પણ તંદુરસ્ત રાખે છે. બાજરાના રોટલાને દાળ, શાક, કઢી, લસણની ચટણી વગેરેની સાથે ખાઈ શકાય છે. જાણો બાજરાના રોટલાના ફાયદા વિશે.

શિયાળામાં તમારા શરીરને ફિટ રાખશે બાજરીનો રોટલો, જાણો તેના ફાયદા
Bajra Roti (File Image)
| Edited By: | Updated on: Dec 14, 2021 | 7:21 PM

શિયાળો (Winter) શરૂ થઈ ગયો છે. આ વાતાવરણમાં એ વસ્તુઓ ખાવાનું ચલણ હોય છે, જે શરીરને અંદરથી ગરમ બનાવી રાખે. જેમાં બાજરાનો રોટલો (Bajra Roti) ખુબ સારો વિકલ્પ છે. બાજરીમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. તે સિવાય બાજરીમાં વિટામિન બી, ફાયબર, પ્રોટીન, આર્યન, ખનીજ, ફિનોલ અને ટેનિન જેવા એન્ટીઓક્સિડેન્ટ પણ હોય છે.

 

 

શિયાળાની ઋતુમાં બાજરીનો રોટલો ખાવાથી શરીર અંદરથી ગરમ રહે છે, સાથે જ શરીરને ઘણા પ્રકારની બિમારીઓથી બચાવે છે. તે સિવાય પાચનતંત્રને પણ તંદુરસ્ત રાખે છે. બાજરાના રોટલાને દાળ, શાક, કઢી, લસણની ચટણી વગેરેની સાથે ખાઈ શકાય છે. જાણો બાજરાના રોટલાના ફાયદા વિશે.

 

કબજિયાતમાં રાહત

બાજરીનો લોટ ગ્લૂટેન ફ્રી હોય છે અને ફાયબર યૂક્ત હોય છે. જો શિયાળામાં તમે બાજરાના રોટલાનું દરરોજજ સેવન કરો છો તો તેનાથી તમારા પેટની સમસ્યાઓ દુર થાય છે. કબજીયાતની પરેશાની થતી નથી. પેટટનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેવાથી શરીરનું સ્વાસ્થ્ય સારૂ રહે છે.

વજન ઉતારવા અને ડાયાબિટિસમાં મદદગાર

બાજરીનો રોટલો ખાધા પછી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, તેવામાં તમે ઓવરઈટિંગથી બચી જાવ છો. વજન ઉતારનારા લોકો માટે આ ખુબ જ સારો વિકલ્પ છે. તે સિવાય આ લોટો પ્રી-બાયોટિક તરીકે કામ કરે છે. ડાયાબિટિસના દર્દીઓ માટે આ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર

ઓમેગા 3 ફેટી એસિડ તમામના શરીર માટે જરૂરી હોય છે. તે શરીરના કોષોને રિપેર કરવાનું કામ કરે છે. પરંતુ શરીર તેને પોતાની રીતે બનાવી શકતું નથી. આ બહુઅસંતૃપ્ત ચરબી છે, જે ખાદ્ય પદાર્થોમાંથી લઈ શકાય છે. પરંતુ બાજરીના સેવનથી તમારા શરીરને ઓમેગા 3 મળે છે. નિષ્ણાંતનું માનીએ તો બાજરીના લોટમાં બીજા અનાજની તુલનામાં વધુ ઓમેગા 3 ફેટી એસિડ હોય છે.

 

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે

બાજરીમાં એવા ઘણા ગુણ હોય છે, જે તમારા શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદગાર બને છે અને કિડની અને લિવરથી જોડાયેલી મુશ્કેલીઓથી બચાવ થાય છે, સાથે જ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.

 

હૃદયની તંદુરસ્તી જાળવે

બાજરીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. બીપી અને હૃદયની બિમારીવાળા લોકો માટે બાજરીનો રોટલો ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. બાજરીના સેવનથી કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. આ લોટ રક્તવાહિનીઓને ફેલાવવામાં મદદરૂપ છે. આવી સ્થિતિમાં હાઈ બીપી અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓથી બચી શકાય છે.

 

આ પણ વાંચો: Health: શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે આયર્નથી ભરપૂર ખોરાકને ડાયટમાં સામેલ કરો

 

આ પણ વાંચો: Women Health : હોર્મોનલ ડિસઓર્ડરથી પીડાતી મહિલાઓમાં ગર્ભાવસ્થા શક્ય છે ?