ફ્લાઈટમાં સ્મોકિંગ કરવાની સખ્ત મનાઈ હોય છે તો પણ પ્લેનના ટોયલેટ્સમાં શા માટે લાગેલી હોય છે એશટ્રે- વાંચો

જો તમે ક્યારેય પ્લેનમાં મુસાફરી કરી હશે તો કદાચ તમારા મનમાં આ સવાલ જરૂર થશે કે જ્યારે ફ્લાઈટમાં સ્મોકિંગ કરવાની મનાઈ છે તો ટોયલેટ્સમાં એશટ્રે કેમ મુકેલી હોય છે. મોટાભાગના લોકો આ વિશે નહીં જાણતા હોય. જેમણે એશટ્રે જોઈ તો હશે પરંતુ તેમને તેની ઉંડાણપૂર્વકની જાણકારી નહીં હોય કે શા માટે એશટ્રે મુકેલી હોય છે.

ફ્લાઈટમાં સ્મોકિંગ કરવાની સખ્ત મનાઈ હોય છે તો પણ પ્લેનના ટોયલેટ્સમાં શા માટે લાગેલી હોય છે એશટ્રે- વાંચો
| Updated on: Jun 20, 2025 | 5:19 PM

જો તમે ક્યારેય એરોપ્લેનમાં બેઠા હશો તો તમે એટલુ તો જાણતા જ હશો કે ફ્લાઈટમાં સિગરેટ પીવાની સખ્ત મનાઈ હોય છે અને તેના માટે કોઈ વ્યક્તિને જેલ થઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે જ્યારે હવાઈ જહાજમાં સ્મોકિંગ કરવાનો પ્રતિબંધ છે તો ફ્લાઈટના ટોયલેટ્સમાં એશટ્રે કેમ લાગેલી હોય છે. આ બહુ અજીબ કહી શકાય. આ સવાલ અવારનવાર અનેક લોકોના મનમાં થતો હોય છે પરંતુ તેનો જવાબ બહુ ઓછા લોકો જાણતા હોય છે. આજે આપણે તેના વિશેનું ચોક્કસ કારણ જાણશુ.

શું કહે છે નિયમ?

સૌથી પહેલા એ જાણી લો કે દુનિયાભરમાં તમામ ઍરલાઈન્સમાં ફ્લાઈટની અંદર સ્મોકિંગ કરવાની સંપૂર્ણ મનાઈ છે. વર્ષ 1980 ના દશકથી જ મોટાભાગની ઍરલાઈન્સે સ્મોકિંગ પર પ્રતિબંધ મુક્યો હતો અને 2000ના દશકની શરૂઆત સુધી આ નિયમ દરેક જગ્યાએ લાગુ થઈ ગયો. આ નિયમને તોડવા માટે ભારે દંડ અને કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે આ પ્રતિબંધ યાત્રીકો અને વિમાન બંનેની સુરક્ષા માટે માટે હોય છે કારમ કે વિમાનમાં આગ લાગવાનુ જોખમ સૌથી વધુ હોય છે.

તો પછી એશટ્રે નું શું કામ હોય છે?

હવે સીધા સવાલ પર વિશે જાણીએ. ટોયલેટમાં એશટ્રે હોવાનું કારણ એ નથી કે ત્યાં કોઈ ચોરી-છુપીથી સિગરેટ પી શકે છે. પરંતુ તે એક સુરક્ષાના કારણોસર લાગેલી હોય છે. આ સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે પરંતુ આ જ સત્ય છે. ઈન્ટરનેશનલ એવિએશન રેગ્યુલેશન્સ અંતર્ગત દરેક કોમર્શિયલ ફ્લાઈટના ટોયલેટ્માં એક એશટ્રે હોવી અનિવાર્ય હોય છે. ભલે એ ફ્લાઈટમાં સ્મોકિંગની પરવાનગી ન હોય.

સેફ્ટી પર્પઝથી જોડાયેલુ છે કારણ

નિયમ બનાવનારા હંમેશા એ માનીને ચાલ છે કે ભલે ગમે તેટલો સખ્ત નિયમ કેમ ન હોય પરંતુ કોઈ ને કોઈ યાત્રિ પ્લેનમાં એવી જરૂર હોય છે જે ચોરી-છુપીથી સિગરેટ પીવાની કોશિશ જરૂર કરે છે. હવે જો કોઈ વ્યક્તિ આમ ગુપ્ત રીતે સિગરેટ પીવે તો તેને બુઝાવવા માટે તેને કોઈ જગ્યા ન મળે તો તે તેને ગમે ત્યાં ફેંકી દે છે. જેમ કે કચરાના ડબ્બામાં. આ કચરાના ડબ્બામાં હંમેશા ટિશ્યુ પેપર અને અન્ય આગ પકડનારી ચીજો હોય છે. હવે જો કોઈ સળગતી સિગરેટ તેમા નાખી દે તો આગ લાગવાનું જોખમ ઘણુ વધી જાય છે. સ્વાભાવિક છે કે ફ્લાઈટમાં આગ લાગવી એ સૌથી ભયાનક આપદાની સ્થિતિ હોય છે. જે આપણે તાજેતરમાં અમદાવાદ થી લંડન જનારી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જોયુ છે.

વાસ્તવમાં તેની પાછળ સલામતી સાથે જોડાયેલુ કારણ છુપાયેલુ છે

આથી જ આ એ જોખમ છે જેને ટાળવા માટે ફ્લાઇટના વોશરૂમમાં એશટ્રે લગાવવામાં આવે છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે જો કોઈ મુસાફર નિયમો તોડે છે અને સિગારેટ પીવે છે, તો તેની પાસે તેને ઓલવવા અને તેનો સુરક્ષિત રીતે નિકાલ કરવાની જગ્યા હોય, જેથી આગનું જોખમ ઘટાડી શકાય. હકીકતમાં, તે ‘સુરક્ષા જાળ’ (સેફ્ટી નેટ) જેવું કામ કરે છે.

તો હવે પછી જ્યારે તમે તમે ફ્લાઇટના ટોયલેટમાં એશટ્રે જુઓ, ત્યારે એવું ન માનતા કે અહીં સિગરેટ પીવાની છૂટ છે, પરંતુ યાદ રાખજો કે તે મુસાફરો અને વિમાનની સલામતી માટે એક આવશ્યક ઉપકરણ છે, જે સૌથી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ડિઝાઈન કરાયેલ છે.

જાપાની મહિલા રિયો તાત્સુકીની ખતરનાક ભવિષ્યવાણી, 5 જૂલાઈ એ આવશે મહાપ્રલય- વાંચો -આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:36 pm, Fri, 20 June 25