
Budget Friendly Fashion Tips: શું તમે પણ એવો દેખાવ ઈચ્છો છો જેમા આપની પર્સનાલિટી અમીર, ક્લાસી અને રોયલ લાગે. એ પણ મોંઘા ડિઝાઈનર બ્રાનડ્સ વિના? આ ખરેખર શક્ય છે. જો તમે ફેશન સાથે જોડાયેલી કેટલીક બારીકીઓને સમજી લો તો આ અશક્ય નથી.
હવે ક્વાઈટ લક્ઝરી (quiet luxury fashion tips)ને સમજવાનો સમય છે. જે સોશિયલ મીડિયા અને ફેશન વર્લ્ડમાં ખૂબ ટ્રેન્ડ કરી રહ્યુ છે. આ સ્ટાઈલ એ લોકો માટે છે જેઓ દેખાડાને બદલે મિનિમલ, ક્લાસિક અને ફાઈન ડ્રેસિંગને વેલ્યુ આપે છએ. ખાસ વાત એ છે કે આ લુકને અપનાવવા માટે આપે લાખો રૂપિયા ખર્ચ નહીં કરવા પડે. બસ સ્ટાઈલિંગની થોડી સમજ હોવી જોઈએ. તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે મોંઘા બ્રાન્ડ્સ વિના રિચ લુક ક્રિએટ કરી શકો છો.
કલાસી અને એલિગન્ટ દેખાવા માટે તમારા દેખાવમા કેટલાક રંગ અને શેડ્સ બહુ અસરકાર હોય છે. જેમ કે ઑલ બ્લેક, ઓફ વ્હાઈટ, બેઝ, ગ્રે અથવા નેવી બ્લૂમાં તમારા સંપૂર્ણ લુકને સ્ટાઈલ કરો. આ કલર્સ તમને સસ્તા કપડામાં પણ એલિગન્ટ ક્લાસી લુક આપે છે.
કપડાનું ફિટીંગ અને કટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓવરસાઈજ અથવા ખૂબ જ ટાઈટ કપડાં ઘણીવાર તમારા દેખાવને બગાડી દે છે. સારી રીતે તૈયાર કરેલા બ્લેઝર, ટ્રાઉઝર અથવા સિમ્પલ શર્ટ, જે શરીરને સંપૂર્ણ બેલેન્સ કરી લેતા હોય તે, આપને રિચ લુ આપે છે.
મોટા અને ચમકતા ઘરેણાંને બદલે, પર્લ(મોતી) ઈયરિંગ્સ, ગોલ્ડન ચેન કે મેટલ વોચ જેવા મિનિમલ પિસ પહેરો. જે આપને થોડામા વધુ વાળી ઈમ્પ્રેશન આપે છે. જ quiet luxuryની ઓળખ છે.
રિચ લુક મોંઘી બ્રાંડ્સથી નહીં, પરંતુ કપડાની ક્વોલિટીથી આવે છે. કોટન, લિનન, સિલ્ક, ઉન કે ખાદી જેવા નેચરલ ફેબ્રિકથી બનેલા કપડાં હંમેશા સુંદર અને જાજરમામ લાગે છે.
જે લોકો રિયલ સ્ટાઈલ આઈકોન હોય છે, તે કપડા પર મોટા-મોટા લોગો કે બ્રાંડ નેમ નથી પહેરતા. જો તમે અમીર દેખાવા માગો છો, તો બ્રાન્ડ નેમ ફ્લોન્ટ કરવાથી બચો. સાદગી જ સૌથી મોટી સ્ટાઈલ હોય છે.
તમારા શુઝ તમારા સમગ્ર દેખાવનો ટોન નક્કી કરે છએ. ચામડાન ક્લિન શુઝ, ન્યૂ઼ડ હિલ્સ, કે સફેદ સ્નીર્સ જો સાફ અને સિંપલ હોય તો એ કોઈપણ આઉટફિટને રિચ બનાવી શકે છે.
કોઈપણ કપડા એલિગન્ટ ત્યારે જ લાગે છે જ્યારે હેર અને સ્કિન સાફ-સુથરી અને પરફેક્ટલી ગ્રુમ્ડ હોય. એક સિમ્પલ હેરકટ, સાફ સ્કિન અને ન્યૂડ મેકઅપ તમને કોઈ ખર્ચ વિના રોયલ બનાવી શકે છે.
રિચ દેખાવ એ માત્ર મોંઘા કપડા પહેરવાથી નથી આવતો, એ માત્ર એક માન્યતા છે. જો તમે સિંપલ પરંતુ ઈફેક્ટીવ ટ્રિક્સ અપનાવો તો એક પણ બ્રાન્ડનો ટેગ બતાવ્યા વિના પણ આપ ક્લાસી, રિચ, રોયલ કિંગ અને ક્વિન બની શકો છો.