તમારા બાળકોને બિમારીઓથી દૂર રાખવા આજે જ ડાયટમાંથી હટાવો આ Unhealthy Foods

|

Jul 11, 2022 | 9:09 AM

Unhealthy foods : તમે જેવા ખોરાકનું સેવન કરો છો, તેની અસર તમારા આરોગ્ય પર પણ પડે છે. બાળકો ઘણીવાર ઘરનો આહાર ખાવાની ના પાડે છે અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓને આહાર લે છે ઓછા પોષણવાળા જંક ફૂડ અથવા પસંદગીના ખોરાકમાં તમામ જરૂરી પોષક તત્વો ન હોઈ શકે.

તમારા બાળકોને બિમારીઓથી દૂર રાખવા આજે જ ડાયટમાંથી હટાવો આ Unhealthy Foods
Healthcare Tips
Image Credit source: file photo

Follow us on

તમે જેવા ખોરાકનું સેવન કરો છો, તેની અસર તમારા આરોગ્ય પર પણ પડે છે. બાળકો ઘણીવાર ઘરનો આહાર ખાવાની ના પાડે છે અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓને (Unhealthy foods) આહાર લે છે ઓછા પોષણવાળા જંક ફૂડ અથવા પસંદગીના ખોરાકમાં તમામ જરૂરી પોષક તત્વો ન હોઈ શકે. આવી સ્થિતિમાં માતા-પિતાએ સમયસર તેમના બાળકોને (Children) આ વસ્તુઓથી દૂર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. બાળકો માટે આહર ખુબ જ મહત્વનો હોય છે તે પૌષ્ટિક આહાર ના ખાય તો લાંબા સમય સુધી તેને સ્વાસ્થ્યને લગતી બિમારીનો સામનો કરવો પડી શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા, મોસમી રોગો ચેપ સામે રક્ષણ કરવા, મગજ અને શરીરના વિકાસ અને ઉર્જા સ્તર જાળવવા માટે સારો આહાર મહત્વપૂર્ણ છે. તમારા બાળકોને નીચે જણાવેલા આહારથી દૂર રાખો.

ચિપ્સ, ક્રિસ્પ્સ અને ક્રેકર્સ

વધુ પડતું મીઠું કિડની માટે સારું નથી હોતુ. પેકેજ્ડ, પ્રોસેસ્ડ અને ફ્રોઝન ફૂડ્સ, ચિપ્સ, ક્રિસ્પ્સ, અથાણાં વગેરે કેટલાક એવા આહાર છે જે તમારે તમારા બાળકોને નિયમિતપણે આપવાનું ટાળવું જોઈએ.

કાચું દૂધ અને નરમ પનીર

કાચા ખોરાકમાં હાનિકારક બેક્ટેરિયા હોય છે, જે ઝાડા અને ગંભીર ચેપી રોગનું કારણ બની શકે છે. તે તમારા બાળકના આંતરડાને પણ નબળું પાડે છે, જેનાથી તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિને નુકસાન થાય છે.તેથી તેને ઓછી માત્રામાં જ આપવુ જોઈએ.

આ પણ વાંચો

જંક ફૂડથી દૂર રાખો

આરોગ્ય નિષ્ણાતો માને છે કે બાળકો માટે જરૂરી પોષક તત્વો સાથેનો ખોરાક સ્વાદિષ્ટ બનાવવો જોઈએ. જંક અને તળેલા ખોરાક બાળકો સહિત દરેક વ્યક્તિ માટે બિન-આરોગ્યપ્રદ છે, પરંતુ કેટલાક એવા ખોરાક છે જે બાળકોને ક્યારેય ન આપવા જોઈએ, કારણ કે તે ઘણી સ્વાસ્થ્યની સમસ્યાઓ સાથે એલર્જીનું કારણ બની શકે છે. આ ખોરાકને બાળકના આહારમાંથી સંપૂર્ણપણે દૂર કરવો જોઈએ.

દ્રાક્ષ, કિસમિસ, બદામ

આખી દ્રાક્ષ, કિસમિસ, બદામ જેવા સખત વટાણા જેવા ખોરાક બાળકના શ્વસન માર્ગમાં અટવાઈ શકે છે. આ ખોરાક તમારા બાળકને 5 વર્ષની ઉંમર સુધી આહારમાં આપવાનું ટાળો. જો કે તમે તેનો ઉપયોગ નાના ટૂકડા કે પાવડર સ્વરૂપમાં કરી શકો છો.

આ ખોરાક આપવાનું પણ ટાળો

આ સિવાય કાચા શાકભાજી, બિસ્કિટ, કેક, ચોકલેટ વધારે માત્રામાં આપવુ ના જોઈએ. તેનાથી બાળકોને સ્વાસ્થ્યની સમસ્યાઓ થઈ શકે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

 

 

 

Next Article