મગજમાં ગાંઠ બનવાના આ સંકેતોને અવગણશો નહીં, ભારે પડી શકે છે આ ભૂલ

|

Sep 18, 2022 | 8:34 PM

આજકાલ બ્રેન સ્ટ્રોકના અનેક કેસ વધ્યા છે. એક રિપોર્ટસ અનુસાર ભારતમાં દર વર્ષે 18 લાખ લોકોને બ્રેન સ્ટ્રોક થાય છે. જેમાંથી 30 ટકા લોકોના મોત થાય છે. બ્રેન સ્ટ્રોક (Brain stroke) ત્યારે થાય છે, જ્યારે મગજમાં ગાંઠ વધતી હોય છે.

મગજમાં ગાંઠ બનવાના આ સંકેતોને અવગણશો નહીં, ભારે પડી શકે છે આ ભૂલ
Health care tips
Image Credit source: File photo

Follow us on

Health Care Tips: દરેક વ્યક્તિના શરીરમાં સૌથી સંવેદનશીલ અને મહત્વનો ભાગ તેનું મગજ હોય છે. જો તે કોઈ વસ્તુથી પ્રભાવિત થાય છે તો તેની અસર આખા શરીર પર થાય છે. તેથી તેની કાળજી લેવી ખુબ જરુરી છે. તેને કોઈપણ પ્રકારનું નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણું મગજ એક રીતે કોપ્યૂટરના સીપીયુની ભૂમિકા ભજવે છે. તે શરીરને કમાન્ડ આપવાનું કામ કરે છે. તેથી જ વડીલો અને ડોક્ટરો કહે છે કે, મગજની જોડાયેલી સમસ્યાઓને નજરઅંદાજ ન કરવું જોઈએ. આજકાલ બ્રેન સ્ટ્રોકના અનેક કેસ વધ્યા છે. એક રિપોર્ટસ અનુસાર, ભારતમાં દર વર્ષે 18 લાખ લોકોને બ્રેન સ્ટ્રોક થાય છે. જેમાંથી 30 ટકા લોકોના મોત થાય છે. બ્રેન સ્ટ્રોક (Brain stroke) ત્યારે થાય છે, જ્યારે મગજમાં ગાંઠ વધતી હોય છે.

મગજમાં લોહીની ગાંઠ, જેલની જેમ બંધાય જાય છે. આ સમસ્યા સામાન્ય બની જાય છે. તેના કેટલાક સંકેત પણ દેખાતા હોય છે. તે સંકેત વિશે જાણીને તેને નજરઅંદાજ ન કરવું જોઈએ, તે ભારે પડી શકે છે.

ઝાંખી દ્રષ્ટિ – આંખની તંદુરસ્તી નબળી હોય ત્યારે અસ્પષ્ટ દ્રષ્ટિ સામાન્ય બની જાય છે, પરંતુ તે મગજમાં ગાંઠ બનવાની નિશાની પણ હોઈ શકે છે. વ્યક્તિએ તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને સારવારને લગતી તમામ બાબતોનું પાલન કરવુ જોઈએ.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

માથાનો દુખાવો – આ એક સામાન્ય સ્વાસ્થ્ય રોગ છે, પરંતુ જો તે સતત પરેશાન કરે છે તો બની શકે છે કે શરીરમાં કોઈ પ્રકારની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા આવી ગઈ હોય. નિષ્ણાતોના મતે આ બ્રેઈન સ્ટ્રોક અથવા મગજમાં ગાંઠ જવાની નિશાની પણ હોઈ શકે છે. જો તમને વારંવાર માથાનો દુખાવો થાય છે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

શરીરનું સંતુલન ગુમાવવું – મગજમાં લોહીની ગાંઠ બને ત્યારે માનસિક સ્વાસ્થ્ય બગડવા લાગે છે. આ સ્થિતિમાં શરીરનું સંતુલન બરાબર નથી રહેતું અને ચાલવામાં તકલીફ થાય છે. ધીરે ધીરે મગજ કુદરતી રીતે કામ કરવાનું બંધ કરી દે છે અને શરીરમાં સંતુલનની ભાવના પણ સમાપ્ત થવા લાગે છે. આ સ્થિતિમાં લકવો પણ થઈ શકે છે.

બોલવામાં અસમર્થતા – બોલવામાં મુશ્કેલી એ મગજમાં ગાંઠ કે સ્ટ્રોકની મોટી નિશાની છે. મગજમાં લોહીની ગાંઠ થયા પછી, લોકો બોલવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ સ્પષ્ટ રીતે બોલી શકતા નથી. મગજમાં કોઈપણ ઉંમરે ગાંઠનું નિર્માણ થઈ શકે છે. આનું એક કારણ તણાવ પણ છે અને તેનાથી દૂર રહેવા માટે તમારે દરરોજ ધ્યાન અથવા યોગ કરવું જોઈએ.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Next Article