Raksha Bandhan Gift : રક્ષાબંધન પર બહેન માટે આ ગિફ્ટનો ઓર્ડર કર્યો હોય તો પણ કેન્સલ કરી દેજો,અશુભ માનવામાં આવે છે!

Raksha Bandhan Gift : રક્ષાબંધન પર બહેનને ગિફ્ટ આપતી વખતે કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખજો. જો તમે ગિફ્ટનો ઓર્ડર કર્યો છે. તો પહેલા આ વાત જાણી લેજો. કારણ કે, આવી ગિફ્ટ આપવી અશુભ માનવામાં આવે છે.

Raksha Bandhan Gift : રક્ષાબંધન પર બહેન માટે આ ગિફ્ટનો ઓર્ડર કર્યો હોય તો પણ કેન્સલ કરી દેજો,અશુભ માનવામાં આવે છે!
Image Credit source: AI
| Updated on: Aug 24, 2026 | 1:12 PM

Raksha Bandhan Gift Vastu: રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર સંબંધો અને પ્રેમનો તહેવાર છે. આ દિવસે ભાઈના કાંડા પર બહેન રાખડી બાંધે છે. ભાઈ બહેનને સુંદર ગિફ્ટ આપે છે. તેમજ હંમેશા તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ 2026ના રોજ મનાવવામાં આવશે. રક્ષાબંધનનો આ તહેવાર ખુબ ખાસ છે,

રક્ષાબંધન પર ગિફ્ટ આપવાની પરંપરા ખુબ જુની છે. વાસ્તુ શાસ્ત્ર અને કેટલીક ધાર્મિક માન્યતાઓમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ છે. જેમણે ગિફ્ટમાં આપવી શુભ માનવામાં આવતી નથી. ત્યારે જો તમે રક્ષાબંધન પર તમારી બહેનને ગિફ્ટ આપવા શોપિંગ કરી રહ્યા છો. તો કેટલીક વાતો ખાસ ધ્યાન રાખજો. ચાલો વિસ્તારથી જાણીએ.

કઈ વસ્તુને ગિફ્ટમાં ન આપવી જોઈએ?

વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈ પણને ગિફ્ટમાં ખાલી પર્સ, ઘડિયાળ, બ્લેક રંગની વસ્તુઓ તેમજ કાંટાવાળા વૃક્ષ આપવા જોઈએ નહી. આ વસ્તુઓને અશુભ માનવામાં આવે છે.

બુટ અથવા બેલ્ટ

વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગિફ્ટમાં ચામડાંના બુટ અથવા બેલ્ટ આપવું સારું માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે, આનાથી સંબંધોમાં તિરાડ આવી શકે છે.

ઘડિયાળ

વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળ સમય અને ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. જેને ગિફ્ટમાં આપવાથી સમય અને ઉર્જા દુર થઈ જાય છે.

રુમાલ

વાસ્તુની માન્યતા મુજબ રુમાલને આંસુઓ અને દુખનું પ્રતિક માનવામાં આવે છે. આનાથી સંબંધોમાં ઉદાસી અને આંસુ આવવાની માન્યતા છે.

પરફ્યુમ

સુગંધિત વસ્તુઓ ભેટમાં આપવાથી આર્થિક મુશ્કેલીઓ અથવા અલગતા આવી શકે છે. પરફ્યુમની સુગંધ થોડા સમય પછી ઓછી થઈ જાય છે જે સંબંધોમાં અંતર અથવા ખાટાશનું પ્રતીક માનવામાં આવે છે.

કાંચના વાસણ

કાચની વસ્તુઓ સંબંધોમાં તિરાડ દર્શાવે છે. તેથી, રક્ષાબંધન પર તમારી બહેનને ભેટ આપતી વખતે કાચની વસ્તુઓ ટાળવાની સલાહ આપવામાં આવે છે.

ધારદાર વસ્તુઓ

ચાકુ, કાતર અથવા કોઈ પણ ધારદાર વસ્તુઓ ગિફ્ટમાં આપવી જોઈએ નહી. જેને સંબંધોમાં તણાવ અથવા અંતરનું પ્રતિક માનવામાં આવે છે.

ખાલી પર્સ

પૈસા વગરનું પર્સ ગિફ્ટ કરવું જોઈએ નહી. ખાલી પર્સનો મતલબ ખાલી ખીસ્સો માનવામાં આવે છે. જો તમે પર્સ આપી રહ્યા છો. તો તેમાં શગુન તરીકે થોડા પૈસા જરુર નાંખજો.

કાળા રંગની વસ્તુઓ

કાળા કપડા અથવા કાળા રંગની વસ્તુઓ ગિફ્ટમાં આપવી શુભ માનવામાં આવતી નથી. વાસ્તુ અને જ્યોતિષમાં કાળા રંગની વસ્તુઓને નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરનાર જણાવવામાં આવે છે. તેનાથી સંબંધોમાં કડવાશ આવી શકે છે.

 

હિંદુ ધર્મમાં શ્રાવણ માસની પૂનમના દિવસે ઉજવાતા રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.