દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, આ રીતે બનાવો તૈયારીનું લિસ્ટ

|

Nov 06, 2023 | 10:43 AM

દિવાળીના તહેવારને હવે માત્ર થોડા દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં લોકોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે, આ પાંચ દિવસના તહેવારને સારી રીતે ઉજવવા માટે, તમારી આવશ્યક વસ્તુઓનું લિસ્ટ બનાવો . તમારો તહેવાર ખુબ સારી રીતે ઉજવાશે. અને તમે અનેક કામોમાંથી પણ મુક્તિ મળશે. તો જોઈ લો આ લિસ્ટ

દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, આ રીતે બનાવો તૈયારીનું લિસ્ટ

Follow us on

12 નવેમ્બરના રોજ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. બજારમાં અત્યારથી જ રોનક જોવા મળી રહી છે. દિવાળીને લઈને લોકોએ ખરીદી કરવાની પણ શરુ કરી દીધી છે. દિવાળીનો તહેવાર 5 દિવસનો પર્વ છે. ધનતેરસથી જ દિવાળીના તહેવારની શરુઆત થઈ જાય છે.

ત્યારે આ 5 દિવસના તહેવારની તૈયારી પહેલાથી જ કરી લેવી જોઈએ. તહેવાર પહેલા જ તૈયારી કરવાથી સેલિબ્રેશનમાં કોઈ અડચણ આવતી નથી. તો આ આર્ટિકલમાં અમે તમને જણાવશુ કે, દિવાળી પહેલા તમારે કઈ કઈ તૈયારી કરી લેવી જોઈએ. તેમજ જો તમારે કોઈ સ્થળ પર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો પહેલાથી જ સામાન પેકિગ કરી લો.

જમાવું તૈયાર કરી લો

દિવાળીમાં સૌથી વધુ ચિંતા હોય છે જમવાની. કારણ કે, 5 દિવસ સુધી ચાલનાર આ તહેવારોમાં મહેમાન પણ આવતા હોય છે.તેથી, ધનતેરસ, કાળી ચૈદશ, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈ બીજ માટે સવારના નાસ્તાથી લઈને લંચ અને ડિનર સુધી શું બનાવવું તે અગાઉથી તૈયાર કરો.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

ખરીદી

દિવાળીના તહેવાર માટે જે વસ્તુઓની જરુર છે. તેનું લિસ્ટ પહેલાથી બનાવી લો. અને ખરીદી કરવાનું શરુ કરી દો. રસોડામાં જે સામગ્રીઓની જરુર છે. તેનું પણ એક લિસ્ટ પહેલાથી જ બનાવી લો. આ સાથે ડેકોરેશનની વસ્તુઓ પણ પહેલાથી જ માર્કટમાંથી ખરીદી લો,

શોપિંગ

શોપિંગ વગર તહેવારની મજા આવતી નથી. માર્કેટમાં નવા -નવા કપડા ખરીદવા માટે લોકોની ખુબ ભીડ જોવા મળતી હોય છે. તમે પહેલાથી જ પરિવારની સાથે દિવાળીનું શોપિંગ કરી લો. તહેવાળના દિવસમાં અમુક વસ્તુઓ મોંધી મળે છે. આ માટે સમય અને પૈસા બંન્ને બચાવવા માટે પહેલાથી જ શોપિંગ કરી લો.

સજાવટ

દિવાળી પર ઘરને કલરફુલ લાઈટથી સજાવવામાં આવે છે. જો તમારી પાસે પહેલાથી જ લાઈટો છે. તો ચેક કરી લો કે સારી રીતે ચાલે છે કે નહિ. આ સાથે ઘરની બીજી જરુરી વસ્તુઓ પણ પહેલાથી જ ખરીદી લો. જો તમે ઘરના ઈન્ટિરીયરમાં ફેરફાર કરવા માંગો છો, તો તે અગાઉથી સારી પ્લાન કરી લો.

આ પણ વાંચો : દિવાળી પહેલા વજન ઓછું કરવા માંગો છો? આ ફુડ ખાવાનું શરૂ કરો

Next Article