Skin Care : નાળિયેરનું દૂધ ત્વચાની સમસ્યાઓ માટે એક રામબાણ ઈલાજ, જાણો તેના ફાયદા

|

Sep 05, 2021 | 2:23 PM

નાળિયેરનું દૂધ ફેટી એસિડ્સ, વિટામિન ઇ અને પ્રોટીનથી ભરપૂર છે, જે ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે. તમે તેનો ઉપયોગ મેકઅપ રીમુવર તરીકે કરી શકો છો. ચાલો નારિયેળના દૂધના ફાયદાઓ વિશે જાણીએ.

Skin Care : નાળિયેરનું દૂધ ત્વચાની સમસ્યાઓ માટે એક રામબાણ ઈલાજ, જાણો તેના ફાયદા
Skin Care Tips

Follow us on

Skin Care : ત્વચાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આપણે વિવિધ પદ્ધતિઓ અપનાવીએ છીએ. પરંતુ કદાચ તમે નથી જાણતા કે નારિયેળનું દૂધ (Coconut Milk) ત્વચાની સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. તે ફેટી એસિડ, પ્રોટીન અને વિટામિન ઇથી સમૃદ્ધ છે. નાળિયેરનું દૂધ (Coconut Milk) ત્વચાને પોષણ આપે છે અને સાથે સાથે તેને મોઇશ્ચરાઇઝિંગ કરવામાં પણ મદદ કરે છે.

ત્વચાને સ્વસ્થ (Healthy) રાખવા માટે નાળિયેરનું દૂધ વાપરી શકાય છે. તેને નિયમિતપણે લગાવવાથી ખીલ અને વૃદ્ધત્વના લક્ષણોને ઘટાડવામાં મદદ મળે છે. આ સિવાય તે મેકઅપ (Makeup) રીમુવરનું કામ કરે છે. ચાલો જાણીએ કેવી રીતે નાળિયેરનું દૂધ વાપરવું અને તેના ફાયદા.

મોટાભાગના લોકો ખીલની સમસ્યાથી પરેશાન છે. તે આપણી ત્વચા માટે ખૂબ જ હાનિકારક છે. નાળિયેરનું દૂધ (Coconut Milk) ખીલ અને તૈલી ત્વચા માટે ક્લીન્ઝર (Cleanser) તરીકે ઉપયોગ કરી શકાય છે. તે ત્વચાના પીએચને સંતુલિત કરવામાં મદદ કરે છે અને ખીલથી છુટકારો મેળવે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

નાળિયેરનું દૂધ ત્વચાને મોઇશ્ચરાઇઝ (Moisturize) કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા કુદરતી તત્વો ત્વચાને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. આ માટે તમે કોટન બોલની મદદથી નાળિયેરનું દૂધ વાપરી શકો છો. તે ત્વચાની શુષ્કતા દૂર કરવામાં મદદ કરે છે.

જો તમે સનબર્ન અને બળતરાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે સીધું નાળિયેર તેલ લગાવી શકો છો અથવા નાળિયેર ધરાવતી કોઈ પણ પ્રોડક્ટ પણ લગાવી શકો છો.

મોટાભાગના લોકો જાણતા નથી કે નાળિયેર તેલ મેકઅપ રીમુવર તરીકે કામ કરે છે. આ માટે તમારે નાળિયેરના તેલમાં કોટન બોલ નાખીને ત્વચા પર લગાવવો પડશે. નાળિયેરનું તેલ મેકઅપ ક્લીન્ઝરનું કામ કરે છે. તેમાં રહેલા ફેટી એસિડ શુષ્ક અને ખરબચડી ત્વચાને સુધારવાનું કામ કરે છે.

નિષ્ણાતોના મતે, નારિયેળના દૂધનો ઉપયોગ ત્વચાને કાયાકલ્પ કરવા માટે કરી શકાય છે. તેમાં વિટામિન સી, ઇ હોય છે જે ત્વચાને કડક કરવાનું કામ કરે છે. આ સિવાય તે કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.

 

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Eat Fruits : જાણો શા માટે સૂર્યાસ્ત બાદ ફળોનું સેવન ન કરવું જોઈએ ?

આ પણ વાંચો : Cricketer Love Story: જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશને એકબીજાને ઘમંડી સમજી રાખ્યા હતા, અબોલા પછી ફુટ્યા પ્રેમના અંકુર !

Next Article