વોશિંગ મશીનમાં ફસાયેલા કચરાને બહાર ફેંકવા માટે અપનાવો આ ઘરેલુ નુસખા, ટેકનિશ્યનને બોલાવવાની જરૂર નથી

Tips and Tricks: વોશિંગ મશીનને લાંબા સમય સુધી ચલાવવા અને ટકાવવા માટે તેનો સારી રીતે ઉપયોગ થવો જરૂરી છે. ઉપરાંત તેમા જમા થતો કપડાનો કચરો બહાર ફેંકવા માટે તમારે કેટલાક સરળ ઘરેલુ ઉપાયો જ કરવાની જરૂર છે.

વોશિંગ મશીનમાં ફસાયેલા કચરાને બહાર ફેંકવા માટે અપનાવો આ ઘરેલુ નુસખા, ટેકનિશ્યનને બોલાવવાની જરૂર નથી
| Updated on: Sep 30, 2025 | 3:01 PM

આજકાલ લગભગ તમામ ઘરોમાં વોશિંગ મશીન હોય જ છે. મોટાભાગના ઘરોમાં કપડા ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ થાય છે. વોશિંગ મશીનનો ઉપયોગ કરવાથી ન માત્ર તમારી મહેનત બચે છે પરંતુ સમય પણ બચે છે. જો કે જ્યારે વોશિંગ મશીનને સાફ કરવાની વાત આવે છે તો મોટાભાગના લોકોને તેમા સમસ્યા આવે છે. જો લાંબા સમય સુધી વોશિંગ મશીનની સફાઈ કરવામાં ન આવે તો તેમા ડિટર્જન્ટ જામવા લાગે છે. એટલુ જ નહીં જો મશીન ઘરની બાલકનીમાં રાખ્યુ હોય તે તેમા ધૂળ અને માટી જામવા લાગે છે અને તે જલદી ગંદુ થઈ જાય છે. એવામાં વોશિંગ મશીનને લાંબા સમય સુધી ટકાવવા માટે સારુ રાખવા માટે તેમા જમા થતા કચરાને સાફ કરવા માટે તમારે કેટલાક ઘરેલુ નુસખા અપનાવવા જોઈએ. આ ટિપ્સને રૂટિનમાં ફોલો કરવાથી તમારે કોઈ ટેકનિશ્યનને બોલાવવાની જરૂર નહીં પડે.

સિરકા અને બેકિંગ સોડા

વોશિંગ મશીનમાં ફસાયેલો કચરો સાફ કરવા માટે તમે વિનેગર અને બેકિંગ સોડાની મદદ લઈ શકો છો. આ ઉપાય કરવા માટે મશીનના ડ્રમમાં પહેલા 2 કપ વિનેગર નાખો, ત્યારબાદ તેને હાઈ ટેમ્પરેચર પર ચલાવો. જે બાદ તેમા અડધો કપ બેકિંગ સોડા નાખી ફરીથી નાખો. સિરકા અને બેકિંગ સોડા મશીનમાં જામેલો કચરો, ચીકણો મેલ અને બેક્ટેરિયાને આસાનીથી સાફ કરી દે છે.

ગરમ પાણી

મશીનને સાફ કરવા માટે ગરમ પાણીમાં કોઈ ક્લિનિંગ પાઉડર નાખી મશીનને સેલ્ફ ક્લિનિંગ મોડ પર ચલાવો.

હાઈડ્રોજન પેરોક્સાઈડ

હાઈડ્રોજન પેરોક્સાઇડને પાણીમાં મિક્સ કરી તેને મૂલાયમ ટોવેલ પર રેડો જે બાદ આ ટોવેલ મશીનના ગાસ્કેટ અને બધા સાંધા સાફ કરો. આ પદ્ધતિ મશીનમાં લાગેલ ગ્રીસ, શેવાળ, પાણીથી જામેલ મેલ અને ગંદકી દૂર કરશે.

લીંબુનો રસ

લીંબુનો રસ વોશિંગ મશીન સાફ કરવા માટે પણ અસરકારક ઉપાય હોઈ શકે છે. આ ટિપને અનુસરવા માટે, બે લીંબુનો રસ વોશિંગ મશીનના ડ્રમમાં રેડો અને તેને સુતરાઉ કપડાથી સાફ કરો. લીંબુમાં રહેલા એસિડિક ગુણધર્મો ગંદકી દૂર કરવામાં અને મશીનને ફ્રેશ સ્મેલ આપે છે.

મોગલ બાદશાહ અલાઉદ્દીન ખીલજીના મર્યા બાદ તેની 1000 રાણીઓનું શું થયુ?– વાંચો

 

Published On - 3:01 pm, Tue, 30 September 25