
છેલ્લા બે મહિનામાં મોંઘવારીએ ફરી એકવાર સામાન્ય માણસના ખિસ્સા પર બોજ નાખ્યો છે. દૂધ, ઘી, માખણ, દહીં, ડિટર્જન્ટ અને સાબુથી લઈને સિગારેટ અને ગેસ સિલિન્ડર સુધીની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. અમૂલ અને મધર ડેરીએ 12 નવેમ્બરથી દૂધના ભાવમાં વધારો કર્યો છે.હિન્દુસ્તાન યુનિલિવરે સર્ફ એક્સેલ, રિન, વ્હીલ અને મોતી સાબુના ભાવમાં વધારો કર્યો છે. ડાબરે પણ ઉત્પાદનના ભાવમાં વધારો જાહેર કર્યો છે. વધુમાં, અમૂલ ઘી અને માખણ અને ITCની ગોલ્ડ ફ્લેક પ્રીમિયમ સિગારેટ પણ મોંઘી થઈ ગઈ છે. તો, પ્રશ્ન એ છે કે, છેલ્લા બે મહિનામાં કઈ ઘરગથ્થુ વસ્તુઓ મોંઘી થઈ છે?
દૂધની વાત કરીએ તો, મધર ડેરીએ 12 નવેમ્બરથી દિલ્હી-એનસીઆરમાં પ્રતિ લિટર 2 થી 4 રૂપિયાનો વધારો કર્યો છે. ફુલ ક્રીમ દૂધ હવે 72 રૂપિયાને બદલે 76 રૂપિયા પ્રતિ લિટરમાં મળશે. ટોન્ડ દૂધનો ભાવ 60 રૂપિયાથી વધીને 62 રૂપિયા અને ડબલ ટોન્ડ દૂધનો ભાવ 54 રૂપિયાથી વધીને 56 રૂપિયા થઈ ગયો છે.
ગાયનું દૂધ પણ 62 રૂપિયાથી વધીને 65 રૂપિયા પ્રતિ લિટર થયું છે. અમૂલે દૂધના ભાવમાં પણ વધારો કર્યો છે. અમુલ તાઝા દૂધ 2 રૂપિયા અને અમુલ ગોલ્ડ 4 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. કંપનીએ આ માટે ચારો, પશુ આહાર, પેકેજિંગ અને ઈંધણના વધતા ખર્ચને કારણ ગણાવ્યું છે.
ડેરી ઉત્પાદનોમાં ઘી અને બટર પણ મોંઘુ થયું છે. અમુલનું એક કિલો ઘી 630થી વધી 680 રુપિયા થયું છે. 500 ગ્રામ દુધની કિંમત 325 થી વધી 345 રુપિયા અને 500 ગ્રામ માખણ 310થી લઈ 325 રુપિયા થયું છે. મોંધવારીની અસર કપડા અને વાસણ સાફ કરવાના સામાન પર પણ પડી છે. હિન્દુસ્તાન યૂનિલીવરે સર્ફ એક્સેલ, રિન અને વ્હીલના ભાવમાં વધારો કર્યો છે. એક કિલો સર્ફ એક્સેલ ક્વિક વોશ હવે 235ના બદલે 245 રુપિયામાં મળશે.
સિગારેટ પીનારા લોકોના ખીસ્સા પર અસર પડશે. આઈટીસીએ ગોલ્ડ ફ્લેક પ્રીમિયમના 10 સિગારેટના પેકેટની કિંમત 125થી વધારે 135 રુપિયા કરી છે. અત્યારસુધી આ પેકેટ 20 રુપિયા મોંઘુ થયું છે. આ સિવાય હોટલમાં ઉપયોગમાં લેવાતો 19 કિલોનો કમર્શિયલ ગેસ સિલેન્ડરમાં પણ વધારે થયો છે.
બજારમાં કઠોળના ભાવ સતત વધી રહ્યા છે. તુવેર દાળ પ્રતિ કિલો 135 સુધી પહોંચી ગઈ છે, જ્યારે ચણા પ્રતિ કિલો 95ની આસપાસ પહોંચી ગયા છે. આનાથી લોકોના રસોડાના બજેટ પર અસર પડી રહી છે.