Skin Care Tips: ખીલ અને ડાઘથી છુટકારો મેળવવા માટે તુલસીથી બનેલા આ ફેસ પેક અજમાવો

તુલસીમાં બળતરા વિરોધી, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણ હોય છે. તે ખીલ દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે તેનો ઉપયોગ કઈ પ્રકારની ત્વચા માટે થઈ શકે છે.

Skin Care Tips: ખીલ અને ડાઘથી છુટકારો મેળવવા માટે તુલસીથી બનેલા આ ફેસ પેક અજમાવો
Skin Care Tips
| Edited By: | Updated on: Feb 20, 2022 | 8:25 PM

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીના (Tulsi) છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીના આપણા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે ઘણા ફાયદા છે. ત્વચાની સંભાળ માટે તમે તુલસીનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. તે ખીલથી (Acne) છુટકારો મેળવવામાં મદદ કરે છે. તે ત્વચાને ડિટોક્સિફાય કરે છે. ત્વચાની શુષ્કતા દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાના ચેપની સારવાર (Skin care) કરે છે. તુલસીના એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ફાયદા તેને ત્વચાની સંભાળ માટે એક ઉત્તમ કુદરતી ઘટક બનાવે છે. આવો જાણીએ કઈ રીતે તમે ત્વચા માટે તુલસીનો ઉપયોગ કરી શકો છો.

તુલસી અને એલોવેરા

તાજી તુલસીના પાન લો. ખાંડણીની મદદથી તેની પેસ્ટ બનાવો. એક બાઉલમાં બે ચમચી એલોવેરા જેલ લો. તેમાં તુલસીના પાનની પેસ્ટ ઉમેરો. તેને એકસાથે મિક્સ કરો. તેને ચહેરાની સાથે ગરદન પર પણ લગાવો. તેને 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ નવશેકા પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં 2-3 વખત કરી શકાય છે.

તુલસી અને દહીંનો ફેસ પેક

ખાંડણીમાં મુઠ્ઠીભર તુલસીના પાનને પીસી લો. તેની પેસ્ટ બનાવીને એક બાઉલમાં રાખો. તેમાં એક ચમચી સાદું દહીં ઉમેરો. તેને એકસાથે મિક્સ કરો અને આ મિશ્રણને તમારા ચહેરા તેમજ ગરદન પર લગાવો. તેને નવશેકા પાણીથી ધોતા પહેલા 15-20 મિનિટ રહેવા દો. એન્ટિ-એજિંગ સ્કિન કેર માટે તમે અઠવાડિયામાં 2-3 વખત આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

તુલસી અને મધ ફેસ પેક

તુલસીના 20-30 તાજા પાંદડાઓની પેસ્ટ બનાવો. તુલસીના પાનની પેસ્ટમાં એક ચમચી મધ ઉમેરો અને મિક્સ કરો. આ મિશ્રણને આખા ચહેરા અને ગરદન પર લગાવો. તેને 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તેને સાદા પાણીથી ધોઈ લો. શુષ્ક ત્વચાની સંભાળ રાખવા માટે તમે અઠવાડિયામાં 2 થી 3 વખત તેનો ઉપયોગ કરી શકો છો.

તુલસી અને લીંબુના રસનો ફેસ પેક

મુઠ્ઠીભર તાજા તુલસીના પાન લો. તેને ધોઈને બ્લેન્ડરમાં નાખો અને થોડું પાણી ઉમેરો. તેમને પીસીને પેસ્ટ બનાવો. તેને બહાર કાઢો અને તેમાં તાજા લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો. તેને એકસાથે મિક્સ કરો. આ મિશ્રણને આખા ચહેરા અને ગરદન પર લગાવો. તેને 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તેને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બે કે ત્રણ વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

આ પણ વાંચો: Skin care: ફેસ સ્ટીમિંગ દરમિયાન લીંબુનો કરો ઉપયોગ, સ્કિનને મળશે આ ફાયદા

આ પણ વાંચો: Skin care tips : ફેશિયલ કે વેક્સ સંબંધિત કેટલીક આ ભૂલો જે તમારી ત્વચાને બનાવી શકે છે બ્લેક અને ડલ

Published On - 8:24 pm, Sun, 20 February 22