ઓફિસ , ફંક્શન કે પછી કોઈ તહેવાર હોય છોકરીઓ મેકઅપ જરુર કરે છે કારણ કે, મેકઅપ તમારા ચહેરાને સુંદર બનાવવાનું કામ કરે છે.પરંતુ તમે જોયું હશે કે કેટલાક લોકો વધારે ખુબ હેવી મેકઅપ કરી લે છે. જે તેના ચહેરાને શુટ થતો નથી. તેમજ જો પરસેવો વળતો મેકઅપ પણ ખરાબ થઈ જાય છે. એટલા માટે મેકઅપ કરતી વખતે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું જરુરી છે. મેકઅપના અનેક પ્રકારો છો. જેમાં શિમરી, એચડી, સ્મોકીઆઈ અને મિનિમલ મેકઅપ.
મેકઅપ હંમેશા સ્ક્રિન ટોન મુજબ કરવો જોઈએ, સાથે કોઈ પ્રસંગ કે પછી હવામાન મુજબ કરવો જોઈએ, આજકાલ તમે મિનિમલ મેકઅપ વિશે તો સાંભળ્યું હશે. ઓફિસ, ફેસ્ટિવલ કે પછી પાર્ટી માટે આઉટફિટની સાથે લુકને કમ્પલીટ કરવા માટે કેટલાક લોકો મિનિમલ મેકઅપ કરે છે પરંતુ મિનિમલ મેકઅપ શું છે, તેમજ મિનિમલ મેકઅપ કરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તેના વિશે આજે આપણે વાત કરીશું.
મિનિમલ મેકઅપમાં ખુબ લાઈટ મેકઅપ કરવામાં આવે છે. જેનાથી તમારા ચેહરા પરના દાગ-ધબ્બા છુપાય જાય છે. પરંતુ તમારો ચહેરો એકદમ નેચરલ લાગે છે. જેને નો મેકઅપ લુક પણ કહેવામાં આવે છે. મિનિમલ મેકઅપમાં ખુબ લાઈટ વેટ મેકઅપ પ્રોડક્ટનો સ્કિન ટાઈપ મુજબ ઉપયોગ કરવામાં આવે છે. જે તમારા ચહેરા પરનો નિખાર લાવવાનું કામ કરે છે.
મિનિમલ મેકઅપ ઓફિસ માટે પરફેક્ટ છે. તમને જણાવી દઈએ કે, બોલિવુડ અભિનેત્રીઓ પણ મિનિમલ મેકઅપ કરવાનું વધુ પસંદ કરે છે. જો તમે કોઈ પાર્ટી કે ધાર્મિક તહેવારોમાં મેકઅપ કરો છો તો આ મેકઅપ તમને નેચરલ લુક આપશે. તો મિનિમલ મેકઅપ કરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વાત કરીએ.
મિનિમલ મેકઅપ માટે હંમેશા સૌથી પહેલા સ્કિન ટોન મુજબ લાઈટ મેકઅપ પ્રોડક્ટનો ઉપયોગ કરો જોઈએ. જે તમારી સ્કિનને હાઈડ્રેટ રાખશે. તમે લાઈટ બ્લશની સાથે આઈ મેકઅપ માટે લાઈટ આઈશેડો અને મસ્કરા લગાવી શકો છો.
મિનિમલ મેકઅપ કરતી વખતે વધુ પ્રોડક્ટનો ઉપયોગ ન કરો. ઓછી માત્રામાં પ્રોડક્ટ લઈ હળવા હાથે લગાવો.
લિપસ્ટિક વગર મેકઅપ અધુરો લાગે છે. એટલા માટે હંમેશા આઉટફિટ અને ફંક્શનને લઈ કલર મુજબ લિપશેડની પસંદગી કરો, પ્રયત્ન કરો કે ન્યુડ લિપસ્ટિક શેડનો ઉપયોગ કરો. જેનાથી તમને નેચરલ લુક મળશે.