Baby Names starting with G : છોકરીનું નામ G પરથી રાખવું છે, તો જાણો યુનિક નામ અને તેનો અર્થ

|

Aug 16, 2023 | 9:52 PM

શું તમારી દીકરીનું નામ (Baby Names) G એટલે કે ગ પરથી રાખવું છે અને તમે તેના પરથી નામ પસંદ કરવામાં કન્ફ્યૂઝ છો? તો આ સ્ટોરીમાંથી પણ ઘણા યુનિક અને અટ્રેક્ટિવ નામ છે, જે સાંભળતા જ બધાને ગમશે.

Baby Names starting with G : છોકરીનું નામ G પરથી રાખવું છે, તો જાણો યુનિક નામ અને તેનો અર્થ
Baby Names starting with G
Image Credit source: Freepik

Follow us on

Baby Names starting with G : બાળકનું નામ (Baby Names) રાખવાની રીત આજકાલ ઘણી બદલાઈ ગઈ છે. મોટા ભાગના માતા-પિતા બાળકનું નામ દુનિયામાં આવે તે પહેલા તેને શોધવાનું શરૂ કરી દે છે. ભારતમાં દરેક ધર્મમાં અલગ અલગ રીતે નામ રાખવાના નિયમો છે. હિન્દુ ધર્મમાં નામ પ્રથમ અક્ષરને ધ્યાનમાં રાખીને રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે નામકરણ વિધિ સનાતન ધર્મમાં 16 ધાર્મિક વિધિઓનો એક ભાગ છે. આ કારણથી નામનું એક અલગ જ મહત્વ છે.

તે આપણને સમાજ અને દુનિયામાં એક અલગ ઓળખ આપે છે. દરેક માતા-પિતાનો પ્રયાસ હોય છે કે તેમના બાળકનું નામ અલગ, સારું અને અર્થપૂર્ણ હોય, એટલે કે જેનો કોઈને કોઈ અર્થ હોય. હિંદુ ધર્મમાં બાળકોના નામોમાં હિન્દી અને સંસ્કૃત ભાષાની ઝલક તેને તદ્દન અલગ બનાવે છે.

તમારી દીકરીનું નામ G એટલે કે ગ પરથી રાખવાનું છે અને તમે તેના પરથી નામ પસંદ કરવામાં કન્ફ્યૂઝનમાં છો? તો આમાં તમને મદદ કરીએ? તો આ સ્ટોરીમાંથી પણ ઘણા યુનિક અને અટ્રેક્ટિવ નામ છે, જે સાંભળતા જ બધાને ગમશે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

G પરથી છોકરીના નામ

  1. ગાયત્રી- વેદ અથવા દેવી સરસ્વતીની માતા
  2. ગૌતમી – ગોદાવરી નદી સાથે સંકળાયેલું નામ
  3. ગીતાંજલિ – ગીતો સાથે જોડાયેલું નામ
  4. ગીશુ – ચમકવું, શાઈન
  5. ગિરિશા – પર્વતો સાથે સંકળાયેલ
  6. ગિરિકા – પર્વતનું શિખર, માઉન્ટેન પીક
  7. ગહના – ઘરેણાં સાથે સંકળાયેલું નામ
  8. ગીટિશા – ગીતના સાત સંગીત
  9. ગીતિકા – એક નાનું ગીત, ગીત
  10. ગીતાશ્રી- ભગવદ ગીતા
  11. ગીતા – ભગવદ ગીતાને દર્શાવતું નામ
  12. ગૌરીકા – સુંદર, મેલા
  13. ગૌરવી – પ્રાઈડ
  14. ગત્રિકા – ગીત સાથે સંકળાયેલું નામ
  15. ગતિ , સફળતા, કામયાબી
  16. ગર્વિતા – અભિમાન, ગૌરવ
  17. ગરિમા – કૌશલ, શક્તિ, સન્માન
  18. ગણિકા – ચમેલીના ફૂલ, ફ્લાવર, ચેતન
  19. ગીતાલી – સંગીત પ્રેમી
  20. ગુણનિકા – માળા, એકતા દર્શાવનાર
  21. ગાર્ગી – જે વ્યક્તિમાં વિચાર કરવાની પ્રેરણા આપે છે
  22. ગ્રીવા – જેની પાસે ખૂબ જ સારો અવાજ છે
  23. ગંગોત્રી – ભારતની પવિત્ર નદી
  24. ગર્વી- ગૌરવ
  25. ગન્નિકા – ગુણો દર્શાવતું નામ
  26. ગણીષ્કા – માતા પાર્વતી
  27. ગમ્યા – સુંદર, ભાગ્ય
  28. ગીતુ – ગીતનું સંસ્કરણ

આ પણ વાંચો : Baby Names starting with G : છોકરાનું નામ G પરથી રાખવું છે, તો આ આર્ટીકલમાંથી લો આઈડિયા

ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:51 pm, Wed, 16 August 23

Next Article