Lifestyle : લગ્ન પછી દુલ્હનના મનમાં આવે છે આ સવાલો, આ વાંચી તમને પણ યાદ આવશે તમારા દિવસો
દરેક છોકરીઓને લગ્ન વિશે અનેક ઈચ્છાઓ હોય છે, પરંતુ લગ્ન કરવા એ સામાન્ય વાત નથી કારણ કે, લગ્ન માટે છોકરીઓને અનેક ધાર્મિક વિધિમાંથી પસાર થવું પડે છે. આજે અમે તમને આવા જ કેટલાક વિચારો વિશે જણાવીશું જે લગ્ન પછી દરેક દુલ્હનના મનમાં આવે છે.
File Photo
Follow us on
લગ્ન (Marriage) માં દુલ્હન (Bride) ને અનેક ધાર્મિક વિધિમાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં તેમના મનમાં અનેક વિચાર આવે છે. ચાલો જાણીઓ આ વિચારો વિશે જે લગ્ન બાદ તમામ છોકરીઓના મનમાં ઉદ્ભવે છે.
દરેક છોકરીઓને લગ્ન વિશે અનેક ઈચ્છાઓ હોય છે, પરંતુ લગ્ન (Marriage)કરવા એ સામાન્ય વાત નથી કારણ કે, લગ્ન માટે છોકરીઓને અનેક ધાર્મિક વિધિમાંથી પસાર થવું પડે છે. આ દરમિયાન મહેંદી, હેવી મેકઅપ (Makeup), વજનદાર કપડા અને ધરેણાં થોડા સમય બાદ છોકરીને આ બધી વસ્તુઓ બોજ લાગે છે અને તે ઈચ્છે છે કે, હવે આ ધાર્મિક વિધિ જલ્દી પૂર્ણ થાય.
આજે અમે તમને આવા જ કેટલાક વિચારો વિશે જણાવીશું જે લગ્ન પછી દરેક દુલ્હન (Bride) ના મનમાં આવે છે. આ વિશે જાણી તમને ચોક્કસ તમારા તે દિવસો યાદ આવશે.
લગ્ન સમારોહ પૂર્ણ થવાની સાથે જ દુલ્હન (Bride) ને સૌથી વધુ ખુશી એ વાતની હોય છે કે, હવે તેમને ભારે ભરખમ કપડાં અને ધરેણાંમાંથી મુક્તિ મળશે. દુલ્હન મનમાં જ કહે છે થૈક ગૉડ હવે 20 કિલો લહંગા અને 10 કિલોના ધરેણાંમાંથી આરામ મળ્યો.
લગ્ન બાદ જે છોકરી સાસરીયામાં આવે છે, ત્યાં તેમને અનેક ધાર્મિક વિધિ પૂર્ણ કરવાની હોય છે. ત્યારે તે મનમાં વિચાર કરતી હોય કે, જલ્દી આ વિધિ પૂર્ણ થાય અને મને આરામ મળે. કારણ કે, લગ્નના દિવસોમાં તેમને રાતભર આરામ મળતો નથી.
સાસરીયામાં આવ્યા બાદ છોકરીને સૌથી વધુ ઉત્સાહ હનીમૂન (Honeymoon) નો હોય છે કારણ કે, તે તેમના પતિની સાથે સૌથી ખાસ સમય હોય છે. જે તેમને જીવનભર યાદગાર બની જાય છે. આવી પરિસ્થિતિમાં દરેક છોકરીના મનમાં અનેક પ્રકારના પ્લાનિંગ ચાલી રહ્યા હોય છે.
સાસરીયામાં આવ્યા બાદ કેટલાક મહેમાનો પણ એક-બે દિવસ રોકાઈ છે. ત્યારે છોકરી મનમાં વિચારે છે કે, તેઓ ક્યારે જશે. જેથી તે નોર્મલ રહી શકે.
શરુઆતના દિવસોમાં સાડી અને પલ્લુ માટે મન તૈયાર હોય છે, પરંતુ થોડા દિવસો બાદ તેમને સાડી (Sari) બોજ લાગે છે, છોકરીમાંથી એક પુત્રવધુ બની જાય છે. ત્યારે તે વિચારે છે કે, આ પલ્લુ અને સાડીમાંથી આઝાદી ક્યારે મળશે.
જે છોકરી તેમના ઘરે મોટા અવાજે માતા-પિતા (Mother-Father) સાથે વાતો કરતી હોય છે, જે સાસરિયામાં જઈ ખુબ જ સભ્યતાની સાથે ધીમા અવાજે વાત કરવી પડે છે. ત્યારે તે ખુબ પરેશાન થઈ જાય છે અને વિચાર કરે છે કે, આ કેટલા દિવસ સુધી ચાલશે.
લગ્ન સમારોહ (Wedding Ceremony) માં એક વિધિ તેમને શ્રીમતી બનાવી દે છે. તમારું આખું જીવન બદલી જાય છે. શરુઆતના દિવસોમાં તેમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું તે વાત તેમની બહેનપણી, માતા અથવા બહેન સાથે શેર કરવા માંગે છે. પરંતુ તેને સમય મળતો નથી કારણ કે, સાસરિયામાં તે હંમેશા ઘરના લોકોથી ઘેરાયેલી રહે છે. આવી સ્થિતિમાં તે માત્ર વિચાર કરે છે કે, તેમને કોઈ મળે અને તેમની સાથે તે મનની તમામ વાતો શેર કરી શકે.