Viral Video: વેઈટરના અદ્દભુત ટેલેન્ટ પર ફિદા થયા આનંદ મહિન્દ્રા, લોકોએ પૂછ્યું – આવા વીડિયો ક્યાંથી લઈ આવો છો ?

|

Feb 01, 2023 | 8:04 PM

Waiter Balances 16 Plates Of Dosa On Hand: બિઝનેસ મેન આનંદ મહિન્દ્રા સતત અનોખા વીડિયો શેયર કરતા રહે છે. હાલમાં તેમણે એક ટેલેન્ટેડ વેઈટરનો વીડિયો શેયર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: વેઈટરના અદ્દભુત ટેલેન્ટ પર ફિદા થયા આનંદ મહિન્દ્રા, લોકોએ પૂછ્યું - આવા વીડિયો ક્યાંથી લઈ આવો છો ?
Viral Video
Image Credit source: twitter

Follow us on

આપણા દેશના જાણીતા બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર અનોખા વીડિયો શેયર કરતા રહે છે. તેમના દ્વારા શેયર કરવામાં આવતા વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ પ્રેરણા અને મનોરંજન આપતા હોય છે. હાલમાં બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ વધુ એક રોમાંચક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક રેસ્ટોરેન્ટના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રસોડામાં ઢોંસા બનાવવાની તૈયારી થઈ રહી છે. તે દરમિયાન મોટા તવા પર એક વ્યક્તિ ઢોંસા બનાવી રહ્યો છે. પાસે જ ઊભેલો એક વેઈટર ઢોંસાની પ્લેટ લઈ જવા માટે તૈયાર છે પણ આ વેઈટર એક-બે નહીં પણ 16 જેટલી પ્લેટ એક સાથે ઉઠાવતો જોવા મળે છે. વેઈટરની અનોખી સ્ટાઈલને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

આ રહ્યો એ વાયરલ વીડિયો

2 મિનિટ 20 સેકેન્ડના આ વીડિયોને જોઈ તમે વેઈટરની પ્રસંશા કરતા થાકશો નહીં. આ વીડિયો 10 લાખથી વધારે વાર જોવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો લાઈક પણ મળ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ અનોખો વીડિયો આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર શેયર કર્યો છે.

આનંદ મહિન્દ્રા એ વીડિયો શેયર કરીને લખ્યું છે કે આપણે વેઈટર પ્રોડક્ટિવિટીને ઓલિમ્પિકમાં માન્યતા અપાવવાની જરુરત છે. સાથે સાથે તેમણે લખ્યું છે કે, આ સજ્જન જરુરથી ગોલ્ડનો દાવેદાર છે. આ વીડિયોને 33 હજારથી વધારે લોકોએ પસંદ કર્યું છે. આ વીડિયો પર હજારો પ્રતિક્રિયા પણ આવી રહી છે.

એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, ભારતમાં ટેલેન્ટની અછત નથી. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, જોરદાર ટેલેન્ટ. અન્ય એક યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ વેઈટરના ટેલેન્ટને સલામ.

Next Article