Valsad : કપરાડાના શુકલબારી ગામની શાળા બની ખંડેર,વિદ્યાર્થીઓ મંદિરમાં શિક્ષણ મેળવવા થયા મજબુર

|

Jan 03, 2023 | 10:40 AM

વલસાડ (Valsad) જિલ્લાના શુકલબારી ગામની પ્રાથમિક શાળામાં બાળકોના ભવિષ્ય સાથે જાણે મજાક થઈ રહી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. શાળાના મકાનની હાલત બદથી બદતર થઇ ગઈ છે.

Valsad : કપરાડાના શુકલબારી ગામની શાળા બની ખંડેર,વિદ્યાર્થીઓ મંદિરમાં શિક્ષણ મેળવવા થયા મજબુર

Follow us on

સમગ્ર દેશમાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર હોવાના દાવા તો ખૂબ કરાય છે,પરંતુ અનેક ગામો એવા છે જ્યાં શાળાઓ ખંડેર બની ગઈ છે.. આવું જ એક ગામ એટલે વલસાડ જિલ્લાનું શુકલબારી ગામ. જ્યાં શિક્ષણની પોલ ખુલી ગઈ છે. આમ તો શાળાને વિદ્યાનું મંદિર કહેવામાં આવે છે. પરંતુ અહીં શાળા જ ખંડેર બની ગઈ હોવાના કારણે બાળકો સાંઈ બાબાના મંદિરમાં શિક્ષણ લેવા મજબૂર બન્યા છે. પરંતુ શાળામાં બેસાડી શકાય તેવી સ્થિતિ ન હોવાના કારણે 1થી 7 ધોરણના બાળકોને મંદિરની છત નીચે ભણાવવા મજબૂર થવું પડ્યું છે.

પ્રાથમિક શાળા બની ખંડેર

વલસાડ જિલ્લાના શુકલબારી ગામની પ્રાથમિક શાળામાં બાળકોના ભવિષ્ય સાથે જાણે મજાક થઈ રહી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. શાળાના મકાનની હાલત બદથી બદતર થઇ ગઈ છે. અભ્યાસ કરવાનું તો દુર પણ ત્યાં જવાથી પણ ડર લાગે છે. ક્યારે છત નો કોઈ ભાગ પડી જશે એ બીક હંમેશા સતાવે છે. જેથી કંકાલ બની ગયેલી આ શાળા બંધ કરીને નજીકના મંદિરમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ શાળાના શિક્ષકો પણ આ બાબતે સંબંધિત વિભાને રજૂઆત કરી કરીને થાકી ગયા છે. પરંતુ હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી.

બાળકો મંદિરમાં મેળવી રહ્યા છે શિક્ષણ

શિક્ષકો તો બાળકોને ભણાવવાનો પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ સરકારી બાબુઓના પાપે આ બાળકોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. બાળકો માટેની પ્રાથમિક શાળા જાણે હાડપિંજર બની ગઈ છે. જેના કારણે આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શાળામાં નહીં પણ મંદિરમાં શિક્ષણ મેળવે છે. શુકલબારી પ્રાથમિક શાળાના બાળકોને નજીકના સાંઈ મંદિરમાં ભણાવવા શિક્ષકો મજબૂર થયા છે. મંદિરમાં ધોરણ 1થી લઈને 7 ધોરણ સુધીના બાળકો એક સાથે અભ્યાસ કરે છે. ત્રણ શિક્ષિકા તેમને ભણાવે છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડે છે ખલેલ

કપરાડા તાલુકાનું શુકલબારી ગામે સાંઈબાબાના મંદિરે લોકો દર્શનાર્થે આવતા હોવાથી વિદ્યાર્થીઓને ભણવામાં ખલેલ પડે છે. મંદિરની સામે જ રસ્તો હોવાથી વિદ્યાર્થીઓ કોઈ વાહનની અડફેટે ન આવી જાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે. આ સિવાય બણ બીજી ઘણી મુશ્કેલીઓના કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. સરકારી તંત્ર દ્વારા એવા દાવા તો કરવામાં આવે છે કે શાળાઓને કરોડો રૂપિયાના ખર્ચે પ્રાથમિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. પરંતુ રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પૂરતી સુવિધાઓ પહોંચી શકી નથી. શુકલબારી ગામની શાળાના દ્રશ્યો જ તંત્રની પોલ ખોલી રહ્યા છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન સહિત અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. શાળાઓને કરોડો રૂપિયાના ખર્ચે પ્રાથમિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી હોવાના દાવાઓ પણ કરવામાં આવે છે. પરંતુ હજુ પણ રાજ્યના છેવાડાના વિસ્તારોમાં કેટલાક ગામોમાં પૂરતી સુવિધાઓ પહોંચી શકી નથી. આથી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના શુકલબારી ગામની મંદિરમાં ચાલતી આ શાળાના દ્રશ્યો સરકારના દાવાઓની પોલ ખોલી રહ્યા છે.

Published On - 10:06 am, Tue, 3 January 23

Next Article