PM મોદીના માતા હીરાબાની વડનગરમાં પ્રાર્થના સભા, ભાજપના મોટા નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ

|

Jan 01, 2023 | 1:26 PM

વડનગરની જવાહન નવોદય વિદ્યાલય ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું. જેમાં હાજરી આપવા વહેલી સવારથી મોટી સંખ્યામાં સંબંધીઓ પહોંચ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધન બાદ આજે તેમનું બેસણું યોજવામાં આવ્યું છે. વડનગરની જવાહન નવોદય વિદ્યાલય ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું. જેમાં હાજરી આપવા વહેલી સવારથી મોટી સંખ્યામાં સંબંધીઓ પહોંચ્યા. તો ભાજપના મોટા નેતાઓ અને ધારાસભ્યોએ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

નેતાઓએ હીરાબા સાથેના જૂના સંસ્મરણો વાગોળ્યા

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદી સહિતના નેતાઓએ હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પી અને તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી. તો હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હીરાબાના વ્યક્તિત્વની વાત કરી,તો પ્રધાન બળવંતસિંહ રાજપૂતે હીરાબા સાથેના જૂના સંસ્મરણો વાગોળ્યા.

તો કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા પણ હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પવા પહોંચ્યા. જ્યાં તેઓએ પ્રાર્થના સભામાં હાજરી અને પરિવારજનોને દુઃખની ઘડીએ હિંતમ આપી. આ પ્રસંગે રૂપાલાએ હીરાબાની દેશની અમૂલ્ય માતૃશક્તિ સાથે તુલના કરી. અને હીરાબાએ દેશને નરેન્દ્ર મોદી સ્વરૂપે અમૂલ્ય ભેટ આપી હોવાની વાત કરી.

Next Video