સુરત : TV9ના અહેવાલ બાદ પાલિકા તંત્ર સાબદુ થયુ, તાપી નદી કિનારે ગંદકીના થર દુર કરવા મશીનો કામે લાગ્યા

|

Dec 22, 2022 | 10:50 AM

રાંદેર ટાઉન અને સિંગણપોરને જોડતા કોઝ-વેના બંધિયાર પાણીમાં પ્લાસ્કિટની બોટલ અને કચરાના કારણે અસહ્ય દુર્ગંધ મારી રહી છે. જો કે મોડે-મોડે પણ તંત્ર જાગ્યુ છે અને બે હાઉડોલીક મશીન કામે લગાડ્યા છે.

સુરતની તાપી નદીની ચારે તરફ લીલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. રાંદેર ટાઉન અને સિંગણપોરને જોડતા કોઝ-વેના બંધિયાર પાણીમાં પ્લાસ્કિટની બોટલ અને કચરાના કારણે અસહ્ય દુર્ગંધ મારી રહી છે. જો કે Tv 9 ના અહેવાલ બાદ તંત્ર એલર્ટ થયુ છે. અહીંથી પસાર થતા સ્થાનિકો અને આસપાસમાં રહેતા લોકોના મતે પહેલીવાર આટલી દુર્ગંધ આવે છે. સ્થાનિકોને આશંકા છે કે અહીં કોઈ કેમિકલ ભેળવી ગયું છે. આ કેમિકલયુક્ત પાણી અને કચરાના કારણે આસપાસમાં રોગચાળો ફાટી નીકળવાની આશંકા છે. આસપાસમાં રહેતા લોકો લાંબા સમયથી ગંદા પાણીને પગલે પરેશાન છે.

કોઝવે ઉપર ગંદકી દૂર કરવામાં માટે બે હાઉડોલીક મશીન કામે લાગ્યા

સુરત શહેરના એક માત્ર પીવાના પાણીના સ્ત્રોત એવા વિયર કમ કોઝવેમાં પારાવાર ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કોઝવે પાસેથી પસાર થવાનું પણ મુશ્કેલ કરી દે તેવી દુર્ગંધ અહીં આવી રહી છે,પરંતુ તંત્ર જાણે નિંદ્રામાં હોય તેવી પ્રતિતી થઈ રહી છે.એક તરફ સુરત મહાનગર પાલિકાનું તંત્ર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  તેની વચ્ચે તાપી નદી આસપાસ આ પ્રકારના દ્રશ્યો નવાઈ પમાડે તેવા હતા. સુરત શહેરના એક માત્ર પીવાના પાણીના સ્ત્રોત એવા વિયર કમ કોઝવેમાં પારાવાર ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કોઝવે પાસેથી પસાર થવાનું પણ મુશ્કેલ કરી દે તેવી દુર્ગંધ અહીં આવી રહી છે, જો કે મોડે-મોડે પણ તંત્ર જાગ્યુ છે અને બે હાઉડોલીક મશીન કામે લગાડ્યા છે.

Published On - 2:05 pm, Wed, 21 December 22

Next Video