Surat : બારડોલી પંથકમાં મોટાપાયે જુવારનું વાવેતર, હાઇવે પર પોંક સેન્ટરની ભરમાર

સુરત જીલ્લાના બારડોલીમાં જુવારનું સૌથી વધારે વાવેતર કરવામાં આવે છે. ઓછા સમયમાં રોકડી કમાણી થતી હોવાથી ખેડૂતો જુવારનો પાક લેવાનુ પસંદ કરે છે.

Surat : બારડોલી પંથકમાં મોટાપાયે જુવારનું વાવેતર, હાઇવે પર પોંક સેન્ટરની ભરમાર
Sorghum production in bardoli
| Edited By: | Updated on: Dec 24, 2022 | 2:16 PM

જો આપ દક્ષિણ ગુજરાતની મુલાકાતે હોવ તો, પોંક સેન્ટર આચૂક નજરે પડશે. જી હા શિયાળો જામતા જ માર્કેટમાં આવી ગયો છે જુવારનો પોંક. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જુવાના પોંકની બોલબાલા જોવા મળતી હોય છે. અને પોંક રસીકો હોંશે હોંશે પોંકની મજા માણતા હોય છે. બારડોલી આસપાસ ચાલુ વર્ષે સારા વાતાવરણને પગલે પોંકની સારી આવક થઇ છે. આશરે 125 વીઘા જમીનમાં ખેડૂતોએ જુવારની ખેતી કરી છે. અહીંથી પસાર થતા અનેક સેન્ટરો પર પોંકનુ વેચાણ થઇ રહ્યું છે.

સામાન્ય રીતે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતાની સાથે જ જુવારનો પોંક ખાવા લોકોની લાઈનો લાગી જાય છે. ખાસ કરીને સુરત જીલ્લાના બારડોલીમાં જુવારનું સૌથી વધારે વાવેતર કરવામાં આવે છે. ઓછા સમયમાં રોકડી કમાણી થતી હોવાથી ખેડૂતો જુવારનો પાક લેવાનુ પસંદ કરે છે.

બારડોલી પંથકના ખેડૂતો જુવારની ખેતી તરફ વળ્યા

મહત્વપૂર્ણ છે કે ચાલુ વર્ષે કિલો પોંકની 500 રૂપિયા કિંમત છે, છતાં પોંક રસીકો ખચવાટ વિના પોંકની મજા માણી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, બારડોલી પંથકના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી, હવે રોકડિયા પાક સમાન જુવારની ખેતી તરફ વળ્યા છે. જુવારની ખેતીમાં ઓછી મહેનતે વધુ આવક થતી હોવાનો ખેડૂતોનો દાવો છે. અને તેથી જ આ વર્ષે માત્ર બારડોલીમાં 125થી વધુ વીઘા જમીનમાં ખેડૂતોએ જુવારનું વાવેતર કર્યું છે.

(વીથ ઈનપૂટ- જિગ્નેશ મહેતા, બારડોલી)

Published On - 1:08 pm, Sat, 24 December 22