શું તમે જાણો છો કે તમારી કિડની અને લિવરને કોણ સૌથી વધારે નુકસાન પહોંચાડે છે? વાંચો આ પોસ્ટ

|

Oct 26, 2020 | 7:33 PM

અપણા શરીરમાં રહેલા બહારના કેમિકલ્સ કિડની-લિવરને ધીમે-ધીમે ખરાબ કરી રહ્યા છે. આ કેમિકલ્સના ઝેરી તત્વો આપણા શરીર માટે ખતરનાક છે. સ્વસ્થ લાઈફસ્ટાઈલને ફોલો કરવાવાળા લોકોએ વાતથી અજાણ છે કે કેમિકલ્સ શરીરના મુખ્ય અંગોને નષ્ટ કરી રહ્યા છે. નોન ઓર્ગેનિક ફુડ કે જેને કેમિકલની મદદથી પેદા કરવામાં આવે છે, તે આપણા શરીર માટે અત્યંત ખતરનાક છે. […]

શું તમે જાણો છો કે તમારી કિડની અને લિવરને કોણ સૌથી વધારે નુકસાન પહોંચાડે છે? વાંચો આ પોસ્ટ

Follow us on

અપણા શરીરમાં રહેલા બહારના કેમિકલ્સ કિડની-લિવરને ધીમે-ધીમે ખરાબ કરી રહ્યા છે. આ કેમિકલ્સના ઝેરી તત્વો આપણા શરીર માટે ખતરનાક છે. સ્વસ્થ લાઈફસ્ટાઈલને ફોલો કરવાવાળા લોકોએ વાતથી અજાણ છે કે કેમિકલ્સ શરીરના મુખ્ય અંગોને નષ્ટ કરી રહ્યા છે. નોન ઓર્ગેનિક ફુડ કે જેને કેમિકલની મદદથી પેદા કરવામાં આવે છે, તે આપણા શરીર માટે અત્યંત ખતરનાક છે. જાનવરોમાં એને ઓળખવાની ક્ષમતા ઘણી જ સારી હોય છે, પરંતુ માણસો કીટનાશકોને જોઈ નથી શકતા. એટલે આપણે બજારમાંથી ખરીદીને તેેને ખાઈ શકીએ છીએ. શરીરમાં ગયા પછી આ કેમિકલ્સની અસર સીધી આપણી કિડની-લિવર પર થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

પેકેટમાં બંધ ખાવાની બધી જ વસ્તુઓમાં વધારે કેમિકલ્સનો ઉપયોગ થાય છે, જ્યૂસ, સૉસ, કેન સૂપ કે પેકેટમાં બંધ કોઈપણ વસ્તુમાં કેમિકલ હોઈ શકે છે. પેકેટમાં બંધ ખાલી સિંગલ ઈન્ગ્રીડિયંસ ફુડ જેમકે બીન્સ કે કિશમિશ જેવી ચીજ વસ્તુઓ ખરીદવી સુરક્ષિત છે. રેસ્ટોરેન્ટ કે ફુડ કોર્નર પર મળનારી ખાવાની વસ્તુઓમાંએવા કેમિકલ્સનો ઉપયોગ થાય છે અથવા તો આ ખાવાની વસ્તુઓને સ્વાદીષ્ટ બનાવવા માટે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે, તે સંપૂર્ણપણે કેમિકલયુક્ત હોય છે.

બિમારીમાં રાહત આપનારી દવાઓમાં કેમિકલ્સનો ઉપયોગ થાય છે, તદુપરાંત ઘણા પ્રકારના સપ્લિમેંટ્સ પણ મળે છે, એટલે જ ડૉક્ટર બિમારીમાં આરામ આવતા જ દર્દીઓને દવાઓ બંધ કરવાની સલાહ આપે છે. ચમકતા દાંત તેમજ શ્વાસની દુર્ગંધથી રાહત મેળવવા માટે જે ટૂથપેસ્ટ કે માઉથવોશનો ઉપયોગ થાય છે, તેમાં પણ બહુ વધારે માત્રામાં કેમિકલ હોય છે. જે સીધા જ આપણા મોંઢામાં દાખલ થાય છે. જો કે અમુક મેડિકેયર ટૂથપેસ્ટમાં એની માત્રા ઓછી હોય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હેયર ડાઈ, પરફ્યુમ, લોશન ડિયોડ્રેન્ટ, ટેલકમ પાઉડર,કોસ્મેટિક, શેવિંગ ક્રીમ અને સનસ્ક્રીન જેવા પ્રોડક્ટસમાં પણ આ પ્રકારના કેમિકલ્સ હોય છે, આ કેમિકલ્સથી બચવા માટે આ પ્રકારના પ્રોડક્ટસનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. પૂજામાં વપરાતી અગરબત્તી, ધૂપસળી, એયરફ્રેશનર, મોસ્કિટો કૉઇલ, પેસ્ટ કંટ્રોલ, ડિટરજન્ટ, વિંડો ક્લીનર, બાથરુમ અને ટોયલેટ ક્લીનર જેવી વસ્તુઓમાં રહેલા કેમિકલ્સ શ્વાસ દ્વારા સીધા શરીરમાં દાખલ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 7:27 pm, Mon, 26 October 20

Next Article