શિયાળાની શરૂઆત: ઠંડીના વાતાવરણમાં તમે આ ભૂલો તો નથી કરતા? વાંચો અહેવાલ

|

Nov 22, 2020 | 10:42 PM

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ઠંડીના વાતવરણમાં ફ્લૂ અથવા ઈન્ફેક્શનથી બચવા માટે ઈમ્યુનિટી સિસ્ટમને યોગ્ય રાખવી ખુબ જરૂરી છે. ત્યારે જાણો ઠંડીમાં લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ.   Web Stories View more Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ શું ફોન સ્વીચ […]

શિયાળાની શરૂઆત: ઠંડીના વાતાવરણમાં તમે આ ભૂલો તો નથી કરતા? વાંચો અહેવાલ

Follow us on

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ઠંડીના વાતવરણમાં ફ્લૂ અથવા ઈન્ફેક્શનથી બચવા માટે ઈમ્યુનિટી સિસ્ટમને યોગ્ય રાખવી ખુબ જરૂરી છે. ત્યારે જાણો ઠંડીમાં લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1. વધુ સમય ગરમ પાણીથી નાહવું: નિષ્ણાંત મુજબ ઠંડીના વાતાવરણમાં વધારે સમય સુધી ગરમ પાણીથી નાહવું સ્વાસ્થ્ય માટે સારૂ નથી. તેનાથી શરીર અને મગજ બંને પર ખરાબ અસર પડે છે. ગરમ પાણી કેરાટિન નામના સ્કિન સેલ્સને ડેમેજ કરે છે, જેનાથી ત્વચામાં ખણ, ડ્રાયનેસ અને રેશિસની સમસ્યા વધી જાય છે.

2. વધારે કપડા: ઠંડીમાં પોતાને ગરમ રાખવી સારી વાત છે પણ વધારે કપડા પહેરવાથી બચવું જોઈએ, તેનાથી તમારી બોડી ઓવરહીટિંગનો શિકાર થઈ શકે છે.

3. વધારે જમવું: ઠંડીમાં વ્યક્તિનો ખોરાક અચાનક વધી જાય છે અને તે સ્વાસ્થ્યની ચિંતા વગર કંઈ પણ ખાઈ લે છે. ઠંડીમાં શરીરની કેલરી વધારે વપરાય છે, જેની ભરપાઈ આપણે હોટ ચોકલેટ અથવા એક્સ્ટ્રા કેલરીવાળા ફૂડથી કરવા લાગીએ છીએ. ભૂખ લાગવા પર માત્ર ફાઈબરયુક્ત શાકભાજી અને ફળ ખાવા જોઈએ.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

4. ચા-કોફી: ઠંડીમાં ચા અને કોફીથી શરીરને ગરમ રાખવાની રીત સારી છે પણ વધારે પડતી ચા અને કોફી શરીરને નુકસાન પહોંચાડે છે. દિવસમાં તમારે માત્ર 2 કે 3 કપથી વધારે ચા-કોફી ના પીવી જોઈએ.

5. ઓછું પાણી પીવું: શિયાળામાં લોકોને તરસ ઓછી લાગે છે. જેથી લોકો પાણી ઓછું પીવે છે પણ યૂરીનેશન, ડાયઝેશન અને પરસેવામાં પાણી શરીરમાંથી બહાર આવી જાય છે, ત્યારે પાણી ના પીવાના કારણે બોડી ડીહાઈડ્રેટ થવા લાગે છે, તેનાથી કિડની અને ડાયઝેશનમાં મુશ્કેલી થઈ શકે છે.

6. કસરત: ઠંડીના વાતાવરણમાં લોકો બેડમાં લપાઈને સુઈ રહે છે. તેની જગ્યાએ લોકોએ સવારે સાઈકલિંગ, વોકિંગ અથવા કોઈ પણ પ્રકારનું વર્કઆઉટ શરૂ કરવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article