Gandhinagar: જમીન વિવાદ વિશે રૂપાણી બોલ્યા, કોંગ્રેસ ડુબતી નાવ છે, બધા કોંગ્રેસ છોડી રહ્યા છે તેથી ધ્યાન ડાયવર્ટ કરવા ષડયંત્ર રચ્યું છે

વિજય રૂપાણીએ કોંગ્રેસે પર પ્રહારો કરતાં કહ્યું કે કોંગ્રેસની સ્થિતિ કમળો હોય તેને પીળું જ દેખાય તેવી છે. કોંગ્રેસ હજુ પણ સુધરતી નથી. કોંગ્રેસ જે કહી છે તે છેડામેળ છે. મે પુરાવા આપવા અથવા માફી માગવા જણાવ્યું છે. જો આવું નહીં થાય તો બદનક્ષીનો દાવો માંડીશ

Gandhinagar: જમીન વિવાદ વિશે રૂપાણી બોલ્યા, કોંગ્રેસ ડુબતી નાવ છે, બધા કોંગ્રેસ છોડી રહ્યા છે તેથી ધ્યાન ડાયવર્ટ કરવા ષડયંત્ર રચ્યું છે
Rupani talks about land dispute
| Edited By: | Updated on: Feb 28, 2022 | 2:11 PM

રાજકોટ (Rajkot) માં 500 કરોડનું જમીન કૌભાંડ આચર્યું હોવાના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Ex CM Vijay Rupani) અને રાજકોટ ભાજપના આગેવાન નીતીન ભારદ્વાજ સામે કોંગ્રેસ (Congress)  દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ મામલે હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ સામે બદનક્ષીનો દાવો કરવાની નોટિસ ફટકારી છે. આ બાબતે TV9 સાથેની ખાસ વાતચીતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મુદ્દાને રાજકીય (political) ષડયંત્ર ગણાવ્યું છે.

ગયા અઠવાડિયે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા દ્વારા વિજય રૂપાણી સામે 500 કરોડના જમીન કોંભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે રૂપાણી અમેરિકામાં હોવાથી ત્યારે કોઈ જવાબ આપ્યો નહોતો પણ ત્યાંથી પરત આવતાની સાથે જ તેમણે કોંગ્રેસના નેતાઓને વકીલ મારફત નોટિસ ફટકારી છે.

વિજય રૂપાણીએ જણાવ્યું કે હું કાલે જ અમેરિકાથી આવ્યો છું અન આજે વકીલ મારફત નોટિસ આપી છે. પ્રેસ કોન્ફરન્સ કરી મારી સામે આક્ષેપો કર્યા હતા તેને નોટિસ આપી છે. મે 15 દિવસનો સમય માગ્યો છે. મે પુરાવા માગ્યા છે અથવા માફી માગવા જણાવ્યું છે. જો આવું નહીં થાય તો હું તેમની સામે બદનક્ષીનો દાવો માંડીશ તેમ નોટિસમાં જણાવ્યું છે.

જમીન કૌભાંડ વિશે તેમણે જણાવ્યું કે આવું કંઈ છે જ નહીં. સરકારે કોઈ જમીન વેચી નથી અને આ સરકારી જમીન પણ નથી. મે માત્ર ઝોન ફેરની મંજૂરી આપી હતી, નાના ઉદ્યોગોના વિકાસ માટે મેં આ ઔદ્યોગિક મંજૂરી આપી હતી. જે જમીનની વાત છે તેના વિશે વિરજીભાઈએ નિવેદન કર્યું હતું કે તે 80 કરોડમાં આ જમીન લેવા માગે છે, એટલે કે તેની કિંમત 80 કરોડ હોઈ શકે છે. તેમાં 500 કરોડનો પ્રશ્ન જ ક્યાં છે.


તેમણે કોંગ્રેસે પર પ્રહારો કરતાં કહ્યું કે કોંગ્રેસની સ્થિતિ કમળો હોય તેને પીળું જ દેખાય તેવી છે. કોંગ્રેસ હજુ પણ સુધરતી નથી. કોંગ્રેસ જે કહી છે તે છેડામેળ છે. કોંગ્રેસ ડુબતી નાવ છે. બધા કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે લોકોનું ધ્યાન ડાયવર્ડ કરવા માટે આ આક્ષેપો કરી રહી છે. આ રાજકીય ષડયંત્ર છે, મારી કારકિર્દીને બદનામ કરવાનું ષડયંત્ર છે.

આ પણ વાંચો- ગાંધીનગર : ભાજપમાં જોડાયા બાદ દિનેશ શર્માનું નિવેદન “હું જે પક્ષમાં જોડાયો તેના સારથી નરેન્દ્ર મોદી છે”

આ પણ વાંચો- Vadodara : સાવલી તાલુકાના કોંગ્રેસ નેતાનો પુત્ર રહસ્યમય રીતે ગુમ, શોધખોળ શરૂ

Published On - 2:01 pm, Mon, 28 February 22