રાજકોટમાં ફેરિયાઓના દબાણને લઈ વેપારી પરેશાન, લાખાજી બજાર સહિતના વિસ્તારો ‘નો ફેરિયા ઝોન’ જાહેર કરવા માગ, જુઓ Video

|

Aug 10, 2023 | 9:18 PM

રાજકોટના લાખાજી રોડ પર બજારના વેપારીઓમાં આક્રોશ છે. ફેરિયા, રેકડીવાળા અને પાથરણાવાળાથી વેપારીઓ પરેશાન છે. વેપારીઓએ રેલી કાઢી કમિશનર અને મેયરને આવેદન આપ્યું હતું.

રાજકોટના સૌથી મોટા લાખાજી રોડ પર આવેલા બજારમાં વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે. ફેરિયા, રેકડીવાળા અને પાથરણાવાળાઓના દબાણને કારણે વેપારી રોષે ભરાયા છે. રોષે ભરાયેલા વેપારીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રેલી કાઢી મેયર અને કમિશનરને આવેદન પાઠવ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદમાં લીંગ પરીક્ષણ કરતું ક્લિનિક ઝડપાયું, મહિલા એજન્ટ 30 હજાર વસૂલી થતું હતું પરીક્ષણ, જુઓ Video

વેપારીનું કહેવું છે કે તેમની દુકાન આગળ જ ફેરિયા અને રેકડીવાળા બેસી જાય છે જેને કારણે તેમને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. એટલું જ નહીં આ લોકો માથાભારે હોવાથી તેમના ગાંઠતા ન હોવાનો પણ આરોપ છે. તો ગ્રાહકોને પણ ખરીદી કરવામાં મુશ્કેલી પડતી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ વેપારીઓ માગ કરી છે કે લાખાજી રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, દિવાનપરા રોડને “નો ફેરિયા ઝોન” જાહેર કરવામાં આવે, અને આ ફેરિયા અને રેકડીવાળા માટે શાસ્ત્રી મેદાનમાં હોકર્સ ઝોન ફાળવી આપવાની રજૂઆત કરી છે.

શિયાળામાં ફ્રીજને કેટલા ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ? અહીં જાણો
આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો
Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?
દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article