ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા અને અનિરૂદ્ધસિંહ જાડેજા ગ્રુપ વચ્ચે ભાજપમાંથી ટિકિટ મેળવવા લોબિંગ કરવામાં આવ્યું હતુ.ત્યારથી જ ગોંડલ જૂથ અને રીબડા જૂથ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. જો કે હવે આવતા દિવસોમાં વિવાદ વધુ ન વકરે તે માટે ગુજરાત ભરના ક્ષત્રિય આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પી.ટી જાડેજા એ કહ્યું બંને આગેવાનો ગુજરાતના ક્ષત્રિય સમાજનું ઘરેણું છે.સૌરાષ્ટ્ર ભરના ક્ષત્રિય યુવાનોનું મહાસંમેલન મળશે. તમને જણાવી દઈએ કે, રાજપૂત સમાજના પ્રમુખ પીટી જાડેજાએ આ જાહેરાત કરી છે. પી ટી જાડેજાએ કહ્યું જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા બંને મારા 40 વર્ષ જૂના મિત્રો છે. વડીલ તરીકે મારી વાત નહીં માને તો અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરીશ. પી ટી જાડેજા એ સોશિયલ મીડિયામાં અલગ- અલગ પાંચ વિડીયો મુક્યા છે.
આપને જણાવી દઈએ કે, બાહુબલી આગેવાનના ગઢ રીબડામાં જયરાજસિંહે મહાસંમેલન કર્યું હતુ. ખેડૂતોની જમીનના પ્રશ્ને અને ગ્રામજનોને મળેલી ધમકીના વિવાદને લઈ જયરાજસિંહ જાડેજાએ રિબડામાં સંમેલન કર્યુ હતું. ગ્રામજનોનો આક્ષેપ હતો કે, અમે ભાજપને મત આપ્યો એટલે અનિરૂદ્ધસિંહ જાડેજા ગ્રુપના લોકો અમને મારી નાખવાની ધમકી આપે છે. આ મુદ્દે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત જયરાજસિંહ જાડેજાની હાજરીમાં સંમેલન યોજાયું હતું.
મહત્વનું છે કે, ગત ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા અને અનિરૂદ્ધસિંહ જાડેજા ગ્રુપ વચ્ચે ભાજપમાંથી ટિકિટ મેળવવા લોબિંગ કરવામાં આવ્યું હતું. ટિકિટ જયરાજસિંહના ગ્રુપને મળતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલ પુરતો કોંગ્રેસને ટેકો આપ્યો હતો. જોકે ચૂંટણીમાં જયરાજસિંહના પત્ની ગીતાબા જાડેજાની જીત થઈ હતી.
(વીથ ઈનપૂટ-દેવાંગ ભોજાણી, ગોંડલ)