IND vs AUS : પેટ કમિન્સની માતાનું અવસાન, ઓસ્ટ્રેલિયાની ટીમ બ્લેક પટ્ટી બાંધી મેદાન પર ઉતરી

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ ભારત સામેની બીજી ટેસ્ટ મેચ બાદ જ સ્વદેશ પરત ફર્યા છે. સ્ટીવ સ્મિથ તેની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.

IND vs AUS : પેટ કમિન્સની માતાનું અવસાન, ઓસ્ટ્રેલિયાની ટીમ બ્લેક પટ્ટી બાંધી મેદાન પર ઉતરી
| Edited By: | Updated on: Mar 10, 2023 | 11:24 AM

ભારતનો પ્રવાસ છોડીને સ્વદેશ પરત ફરેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સની માતાનું શુક્રવારે અવસાન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતી. કમિન્સ તેની માતા મારિયા સાથે સમય પસાર કરવા માટે દિલ્હી ટેસ્ટ બાદ ઘરે પરત ફર્યો હતો. મારિયાને શ્રદ્ધાંજલિ આપવા માટે, ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે અમદાવાદમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે એટલે કે શુક્રવારે કાળી પટ્ટી પહેરીને મેદાન પર આવી હતી.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ કમિન્સPat Cumminsની માતાના સમાચાર આપતાં શોક વ્યક્ત કર્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે મારિયા કમિન્સના નિધનથી અમે બધા દુખી છીએ. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વતી અમે કમિન્સ અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઓસ્ટ્રેલિયાની ટીમ કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરશે.

 

 

કમિન્સની માતા પણ બ્રેસ્ટ કેન્સર સામે લડી

પેટ કમિન્સની માતા લાંબા સમયથી બીમાર હતી. 2005માં તેને પ્રથમ વખત બ્રેસ્ટ કેન્સર વિશે જાણ થઈ. તે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી હતી. બીસીસીઆઈએ પણ શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થના કમિન્સ અને તેના પરિવાર સાથે છે.

 

 

ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયાની વાપસી

ક્મિન્સની કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયા શરૂઆતની બંને ટેસ્ટ મેચ હારી ગયું હતું. ઓસ્ટ્રેલિયાએ ઈન્દોર પરત ફરીને સિરીઝમાં પોતાનું ખાતું ખોલ્યું. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત હજુ પણ 2-1થી આગળ છે. કમિન્સે પ્રથમ ટેસ્ટમાં કુલ 7 રન બનાવ્યા હતા અને 2 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ટેસ્ટમાં તેણે 33 રન બનાવ્યા અને 1 વિકેટ લીધી.