AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ લઇ આ નેતાએ જાહેરમાં કર્યો કટાક્ષ, બધું પતિ ગયું!

પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ લઇ આ નેતાએ જાહેરમાં કર્યો કટાક્ષ, “બધું પતિ ગયું!”

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 10:12 PM
Share

નવસારી જિલ્લામાં નવનિયુક્ત કેબિનેટ પ્રધાન નરેશ પટેલની જન આશીર્વાદ યાત્રા યોજાઇ હતી, જેમાં આર સી પટેલે આ નિવેદન આપ્યું હતું.

NAVSARI : નવસારીમાં ભાજપના ધારાસભ્ય આર સી પટેલે જાહેર મંચ પરથી પૂર્વ DyCM નીતિન પટેલ પર કટાક્ષ કર્યો…આર સી પટેલે નીતિન પટેલનું નામ ટાંકીને કહ્યું કે, “બધું પતી ગયું”…આ ઉપરાંત આર સી પટેલે નવા મંત્રીમંડળના વિસ્તરણને વિચિત્ર ગણાવ્યો…મહત્વનું છે કે, નવસારી જિલ્લામાં નવનિયુક્ત કેબિનેટ પ્રધાન નરેશ પટેલની જન આશીર્વાદ યાત્રા યોજાઇ હતી, જેમાં આર સી પટેલે આ નિવેદન આપ્યું હતું.

જન આશીર્વાદ યાત્રા અંતર્ગત રાજ્યના પુરવઠા મંત્રી નરેશ પટેલે 1 ઓક્ટોબરે વલસાડ જિલ્લાનો અને 2 ઓક્ટોબરે નવસારી જિલ્લાની મુલાકાત લીધી હવે 3 ઓક્ટોબરે સુરત જિલ્લાની મુલાકાત લેશે.

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળની 30 સપ્ટેમ્બર ગુરુવારથી જન આશીર્વાદ યાત્રા શરૂ કરી છે, જેમાં રાજ્યના પ્રધાનો પોતાના અને અન્ય જિલ્લાનો પ્રવાસ ખેડશે. નવા મંત્રીઓને જે તે જિલ્લાના પ્રભારી બનાવ્યા બાદ હવે તેવો વિસ્તારમાં જઇને લોકો સાથે સંપર્ક કેળવશે. આ જનઆશીર્વાદ યાત્રાને બે ભાગમાં વિભાજીત કરવામાં આવી છે. જનઆશીર્વાદ યાત્રા 30 સપ્ટેમ્બર થી 03 ઓકટોબર અને 07 ઓકટોબરથી 10 ઓકટોબર સુધી યોજાશે.

આ પણ વાંચો :30 ઓક્ટોબરથી માં નર્મદાની મહાઆરતીની શરૂઆત થશે, PM MODI હાજર રહે તેવી સંભાવના

આ પણ વાંચો : કડાણા સહિત રાજ્યના 5 મોટા ડેમ અને નાના-મોટા કુલ 81 જળાશયો 100 ટકા ભરાયા

Published on: Oct 02, 2021 10:10 PM
g clip-path="url(#clip0_868_265)">